mp sports minister jitu patwari helped police in managing traffic
  • Home
  • Videos
  • Featured Videos
  • મોડી રાતે ખુદ મંત્રી ફસાયા ટ્રાફિકમાં! કાર નીચે ઉતરીને એવું કર્યું કે લોકો જોતાં રહી ગયા, જુઓ VIDEO

મોડી રાતે ખુદ મંત્રી ફસાયા ટ્રાફિકમાં! કાર નીચે ઉતરીને એવું કર્યું કે લોકો જોતાં રહી ગયા, જુઓ VIDEO

 | 11:47 am IST

MPનાં ખેલ મંત્રી જીતુ પટવારી ગયા બુધવારે સોશિયલ મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા. જીતુ પટવારીનો એક વીડિયો ઘણા સમયથી વાયરલ થઈ રહ્યો છે. કે જેમાં તે ટ્રાફિકમાં ફસાયેલા જોવા મળે છે અને તે ટ્રાફિકને કંટ્રોલ કરતા જોવા મળી રહ્યા છે.

આ વીડિયો ઈન્દોરનો છે. કે જ્યા મંત્રી ખુદ ટ્રાફિકમાં ફસાઈ જાય છે. આ રીતે ટ્રાફિક જોઈને મંત્રી ગાડી નીચે ઉતરે છે અને ટ્રાફિક ક્લિયર કરવા લાગે છે. ટ્વીટર પર લોકો આ મંત્રીના ખુબ વખાણ કરી રહ્યા છે. આ ઘટનાં ગયા મંગળવાર સાંજની છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે જીતુજી ટ્રાફિક ક્લિયર કરતા જોવા મળે છે. આ નજારો જોઈને લોકો વિચારતા રહી ગયા અને વીડિયો ઉતારી શેર કરી દીધો.

જે પ્રમાણે જાણકારી મળી અ પ્રમાણે વાત કરીએ તો મંગળવારે સાંજે આ ઘટના ત્યારે બની કે જ્યારે ટ્રાફિક લાઈટ ખરાબ થઈ ગઈ. ત્યા હાજર પોલીસ કર્મી વધારે ટ્રાફિક હોવાના કારણે કંટ્રોલ ન કરી શક્યા અને ત્યારબાદ મંત્રીએ તેમની મદદ કરી. તો જુઓ આ વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન