madhya Pradesh's Asirgarh palace is most famous for group tour
  • Home
  • Featured
  • આ મહેલના ભોંયરામાં મળ્યો હતો 20 રૂમવાળો રાણીનો આલિશાન મહેલ

આ મહેલના ભોંયરામાં મળ્યો હતો 20 રૂમવાળો રાણીનો આલિશાન મહેલ

 | 7:46 pm IST

આપણા દેશમાં અનેક એવા સ્થળો છે, જેના વિશે આપણે ઘણુ બધુ સાંભળ્યું છે. આ વાર્તાઓને તે જગ્યાની ઈતિહાસ સાથે જોડીને જોવામાં આવે છે. અનેક લોકો માટે આ જગ્યાઓ ખતરનાક હોય છે, પણ કેટલાક લોકો માટે તે રોમાંચથી ઓછી નથી હોતી. આવી જ એક જગ્યા છે મધ્યપ્રદેશમાં આવેલો અમીરગઢનો કિલ્લો. જેનો સીધો ઉલ્લેખ મહાભારત સાથે થાય છે. અનેક લોકોનું માનવું છે કે, શ્રીકૃષ્ણના શ્રાપને કારણે અશ્વત્થામા અહીં યુગો-યુગોથી ભટકે છે.

અસીરગઢ જિલ્લામાં ત્રણ મહિના પહેલા જ ખોદકામ કરાયું હતું. જેમાં જેલ મળી આવી હતી. જેલમાં લોખંડની બારી, દરવાજા મળ્યા હતા. તેમાં ચાર બેરેક બનેલી છે. આ ઉપરાંત પુરાતત્ત્વ ખાતાના ખોદકામમાં એક રાણીનો મહેલ પણ મળી આવ્યો છે. આ મહેલમાં અંડરગ્રાઉન્ડમાં 20 રૂમ મળી આવ્યા છે. આખો મહેલ 100 બાય 100માં બનેલો છે. મહેલ ઈંટોને જોડીને બનાવવામાં આવ્યો છે. મહેલ 20 ફીટ ઊંડાઈ સુધી બનેલો છે. તેમાં સ્વીમિંગ પુલ પણ છે. પુરાતત્ત્વ વિભાગે તેની સફાઈ કરાવી હતી.

જો તમને રહસ્ય અને રોમાંચવાળી જગ્યાઓ જોવાનો શોખ છે, તો તમે આ જગ્યા પર જરૂર આવી શકો છો. અસીરગઢ કિલ્લો બુરહાનથી લગભગ 20 કિલોમીટર દૂર ઉત્તર દિશામાં સાતપુડા પહાડીઓના શિખર પર સમુદ્રની સપાટીથી 750 ફુટ ઊંચાઈ પર સ્થિત છે. બુરહાનપુર ખઁડવાથી લગભગ 80 કિલોમીટર દૂર છે. અહીંથી બુરહાનપુર સુધી જવા માટે ટ્રેન, બસ તેમજ ટેક્સી સરળતાથી મળી જાય છે. અહીંથી સૌથી નજીકનું એરપોર્ટ ઈન્દોર છે. જે અંદાજે 180 કિલોમીટર દૂર છે. બુરહાનપુર મધ્યપ્રદેશના તમામ મોટા શહેરો સાથે રેલ માર્ગથી જોડાયેલું છે.

અહીં ઓક્ટોબરથી માર્ચ સુધીનો સમય જવા માટે બેસ્ટ છે. અસીરગઢના કિલ્લા ઉપરાંત આસપાસ અનેક ઐતિહાસિક ઈમારતો છે, જે જોવાલાયક છે.