Indipendence Day Flag Hosting Snake at Betul in Madhyapradesh
  • Home
  • Featured
  • નાગપંચમીને 15મી ઑગસ્ટના સંયોગ પર અનોખું દ્રશ્ય સર્જાયું, ઝંડો ફરકાવતા જ નીકળ્યો સાપ

નાગપંચમીને 15મી ઑગસ્ટના સંયોગ પર અનોખું દ્રશ્ય સર્જાયું, ઝંડો ફરકાવતા જ નીકળ્યો સાપ

 | 7:53 pm IST

મધ્યપ્રદેશના બૈતૂલ નજીક હિવરખેડીની હાઇસ્કૂલમાં ધ્વજવંદન વખતે અજીબોગરીબ ઘટના જોવા મળી. જો કે વાત એમ છે કે ગામમાં ધ્વજવંદન બાદ અચાનક જ ધ્વજની ઉપરથી એક સાપ નીકળ્યો. ત્યારબાદ ગામમાં લોકો નાગરાજાના દર્શન કરવા માટે સ્કૂલ પરિસરમાં ઉમટી પડ્યા. સાપને ધ્વજ સાથે લપેટાયેલો જોઇ લોકો પોત-પોતાના કેમેરામાં કેદ કરવા લાગ્યા હતા.

ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશમાં પંદર દિવસ વહેલાં શ્રાવણ મહિનો શરૂ થતો હોવાથી ત્યાં આજે સ્વતંત્રતા દિવસની સાથે નાગપંચમીનો પણ તહેવાર ધામધૂમથી ઉજવાઇ રહ્યો છે. તેના લીધે લોકોએ જેવો ધ્વજ સાથે સાપ લપેટાયેલો જોયો આ સમાચાર વાયુવેગે ફેલાતા ગામમાંથી ટોળેટોળા ઉમટી બધા નમન કરવા લાગ્યા હતા.

જો કે પહેલાં તો લોકો સાપને જોતા જ થોડાંક ગભરાયા, પરંતુ ફરી સ્થિતિ સામાન્ય થઇ ગઇ અને પછી અન્ય લોકો પણ સ્કૂલ પરિસર પહોંચી ગયો અને નાગદાદાના દર્શન કરવા લાગ્યા. સાપે પણ ત્યાં હાજર કોઇપણ વ્યક્તિને નુકસાન પહોંચાડ્યું નહોતું અને ત્યાંથી નીકળી ગયો.

આપને જણાવી દઇએ કે આવી ઘટના પહેલી વખત નથી બની. આવો જ એક કિસ્સો બિહારના મોતિહારી ગામમાં પણ બની ચૂકયો છે. પરંતુ એ સમયે લોકો સાપને જોઇને ખૂબ ભયભીત થઇ ગયા કે ધ્વજવંદન કરવાનું ભૂલી ગયા.