મડોના ચુપ કેમ રહી? - Sandesh

મડોના ચુપ કેમ રહી?

 | 4:25 am IST
  • Share

પુરુષ અને સ્ત્ર્રી બન્ને ગ્લોબલ સેલિબ્રિટી છે. બબ્બે વાર બેસ્ટ એકટરનો ઓસ્કર અવોર્ડ જીતી ચુકેલો પુરુષ ડિરેકટર તરીકે પણ અદભુત છે. સ્ત્ર્રીને બિલકુલ વાજબી રીતે ‘કવીન ઓફ્ પોપ’નું બિરુદ મળ્યું છે, કેમ કે પોપ મ્યુઝિકની દુનિયામાં એણે જે પ્રચંડ અસરો ઊભી કરી છે એવા બહુ ઓછા કલાકારો પેદા કરી શકયા છે. આજ સુધીમાં એનાં મ્યુઝિક આલબમ્સની ૩૦ કરોડ કરતાંય વધારે ઓફ્શિીયલ નકલો વેચાઈ ચુકી છે. ‘બેસ્ટ-સેલિંગ ફીમેલ રેકોર્ડિગ આર્ટિસ્ટ ઓફ્ ઓલ ટાઈમ’ તરીકે ગિનેસ બુકમાં એનું નામ બોલે છે. એકબીજાનાં માથાં ભાંગે એવાં સુપર ટેલેન્ટેડ સ્ત્ર્રી અને પુરુષ પતિ-પત્ની બને ત્યારે એમનંુ લગ્નજીવન કેવું પૂરવાર થાય?

વાત શૉન પેન અને મડોનાની ચાલી રહી છે. આ મહિને બન્નેનાં બર્થડે ગયા. ૧૬ ઓગસ્ટે મડોનાનો બર્થડે હતો અને ૧૭ ઓગસ્ટે શૉન પેનનો. મડોનાએ ૫૮ વર્ષ પૂરાં કર્યા, શૉને ૫૬. એમનું લગ્નજીવન ચારેક વર્ષ માંડ ચાલ્યું હતું. ૧૯૮૫થી ૧૯૮૯. એમના ડિવોર્સને પણ ૨૭ વર્ષ થવાં આવ્યાં. મડોના-શૉનનું લગ્નજીવન આજની તારીખેય ચર્ચાતું રહે છે એનું કારણ એ છે કે તે ‘વિસ્ફેટક’ હતું એવું ઈન્ટરનેશનલ મીડિયા વર્ષોથી એકધારું લખ-લખ અને દેખાડ-દેખાડ કર્યાં જ કરે છે. શૉન અતિ હિંસક હતો અને મડોનાને એટલું બધું ધીબેડતો કે પેલીને હોસ્પિટલમાં દાખલ કરવી પડેલી એવી એક સજ્જડ છાપ લોકોના મનમાં પડી ગઈ છે. કેટલી સચ્ચાઈ છે આ વાતમાં? રિચર્ડ કેલી નામના લેખકે લખેલી ‘શૉન પેન- હિઝ લાઈફ્ એન્ડ ટાઈમ્સ’ નામની દળદાર ઓથોરાઈઝ્ડ બાયોગ્રાફીમાંથી જે ચિત્ર ઊભું થાય છે તે જોવા જેવું છે.

મડોનાની ચડતીની શરુઆત ૧૯૮૪થી થઈ ગઈ હતી. એનું બીજું આલબમ ‘લાઈક અ વર્જિન’ આતંરરાષ્ટ્રીય સ્તરે તરંગો સર્જી રહૃાું હતું. આ ગાળામાં એકટર શૉન પેનનાં નામ-કામ હોલિવૂડમાં ઠીક ઠીક જાણીતાં થઈ ગયાં હતાં. મડોના એક વાર ‘મટીરીયલ ગર્લ’ ગીતનાં વીડિયોનું શૂટિંગ કરી રહી હતી ત્યારે ખબર પડી કે શૉન પેન કોઈકને મળવા સેટ પર આવવાના છે. એણે તરત ઊંચા અવાજે ઘોષણા કરીઃ જો મને હાઈ-હેલો કરવાનો હોય તો જ શૉનને સેટ પર ઘૂસવા દેજો! શૉન કલાકો સુધી સેટ પર રહૃાા. મડોના એનું કામ કરતી રહી. આખરે જતાં પહેલાં શૉન મડોનાને મળ્યા. દોસ્તી અને સાથે હરવાફ્રવાની શરુઆત થઈ. ગણતરીના મહિનાઓમાં તેમણે સગાઈ કરી નાખી. વાત જાહેર થતાં જ મીડિયાને જલસો પડી ગયો. પાપારાઝીઓ જે રીતે ડાઘિયા કૂતરાંની જેમ મડોનાની પાછળ પડતા હતા તે જોઈને શૉન ડઘાઈ જતા. એક વાર બન્ને કોઈ હોટલમાંથી બહાર નીકળ્યાં ને તે સાથે જ કોઈ ફેટોગ્રાફ્ર માંડયો કિલક કિલક કરવા. ચોવીસ-પચ્ચીસ વર્ષના શૉનનો પિત્તો ગયો. એમણે ફેટાગ્રાફ્રને એના જ કેમેરાથી ફ્ટકાર્યો. પેલો પોલીસ સ્ટેશનમાં ફ્રિયાદ કરવા દોડી ગયો. શૉનને અરેસ્ટ કરવામાં આવ્યા ને પછી જમાનત પર છોડી દેવામાં આવ્યા.

શૉનના હિંસક વર્તાવનો આ પહેલો કિસ્સો હતો. લોકો જાણતા નહોતા કે ભવિષ્યમાં શૉન એક કરતાં વધારે વખતે મીડિયાકર્મીઓ સાથે બાખડવાના છે. સામે પક્ષે, મડોના આગળ જતાં પોતાની પબ્લિસિટી તેમજ ઈમેજ બિલ્ડિંગ માટે મીડિયાને મેનીપ્યુલેટ કરવામાં મહાઉસ્તાદ પૂરવાર થવાની છે એની ય કયાં કોઈને ખબર હતી! પેલા કિસ્સા પછી શૉનની માથાભારે માણસ તરીકેની ધાક ઊભી થઈ ગઈ. દુનિયાની મોસ્ટ ફેમસ સ્ત્ર્રી મડોનાનો બોયફ્રેન્ડ કોણ છે તે જાણવામાં સૌને રસ હોય એટલે મીડિયાને શૉનની તસવીરો ખેંચ્યા વગર ચાલે તેમ નહોતું. એ અરસામાં કોઈ પણ છાપું કે મેગેઝિન ઉપાડો એટલે એમાં મડોના-શૉન વિશેની ગપસપ હોય, હોય ને હોય જ.

મડોના-શૉનનાં લગ્ન લેવાયાં ત્યારે માત્ર એક જ સેલિબ્રિટી ફેટોગ્રાફ્રને ફેટા પાડવાનું કામ સોંપવામાં આવ્યું હતું. લગભગ આખું હોલિવૂડ આ હાઈ-પ્રોફઈલ લગ્ન સમારંભમાં ઉપસ્થિત હતું, પણ મોંઘેરા મહેમાનોને ય કેમેરા લાવવાની સખત મનાઈ ફ્રમાવવામાં આવી હતી. પણ મીડિયા કોઈનું માને? લગ્નસ્થળે ઉપર આકાશમાં મીડિયાનાં વીસ-વીસ હેલિકોપ્ટરો ચક્કર કાપી રહૃાાં હતાં. સૌને વરઘોડિયા અને ગેસ્ટ સેલિબ્રિટીઓના ફેટા પાડવા હતા. હેલિકોપ્ટરો એકબીજાથી એટલા બધા પાસે-પાસે ઘુમરાતાં હતાં કે સાજનમાજનનો જીવ તાળવે ચોંટી ગયો હતો. ન કરે જિસસ ક્રાઈસ્ટ, પણ જો બે હેલિકોપ્ટરો અથડાયાં ને તૂટીને નીચે પડયાં તો અડધું હોલિવૂડ સાફ્ થઈ જાત!

લગ્ન પછી શરુઆતમાં તો બધું સારું સારું હતું. બન્નેને હીરો-હિરોઈન તરીકે ચમકાવવા માટે ફ્લ્મિ પ્રોડયુસરોની લાઈન લાગી. શૉનને આટલા બધા પૈસાની ઓફ્ર અગાઉ કયારેય નહોતી મળી. મડોનાનો આગ્રહ હતો એટલે તેમણે સજોડે ‘શાંઘાઈ સરપ્રાઈઝ’ નામની ફ્હિલમ સાઈન કરી. શૂટિંગના શરુઆતના તબક્કામાં જ શૉનને સમજાઈ ગયું કે આ બોગસ ફ્લ્મિ છે. હોંગકોંગમાં શૂટિંગ ચાલી રહૃાું હતું ત્યારે ફ્રસ્ટ્રેટેડ શૉને પાછો એક કાંડ કર્યો. હોટલની લોબીમાં કોઈ ફેટોગ્રાફ્ર પરમિશન વગર ફેટા પાડવા ગયો એમાં શૉનનો પિત્તો ગયો. બાપડાને બોચીએથી ઝાલીને શૉન એને પોતાના રુમમાં ઢસડી ગયો. સાથે શૉનનો દોસ્ત પણ હતો. બન્નેએ સાથે મળીને ફેટોગ્રાફ્રને નવમા માળની બાહલકનીની બહાર લટકાવી દીધો. જો હાથ છોડી દે તો પેલાનું મોત નિશ્ચિત હતું. જોકે શૉન માત્ર એને ડરાવવા માગતા હતા. ફ્રી પાછો પોલીસ કેસ, ફેટોગ્રાફ્રની હત્યાના પ્રયાસ ગુના હેઠળ ધરપકડ,  જેલવાસ અને માંડ માંડ જેલમાંથી છૂટવું.

એવું નહોતું કે શૉન માત્ર મારામારી કરવામાં જ બિઝી રહેતા હતા. એક દમદાર એકટર તરીકે તેમની છાપ દઢ બનતી જતી હતી, પણ ધીમે ધીમે પતિ-પત્ની વચ્ચે ચણભણ શરુ થઈ ગઈ. બન્નેની પર્સનાલિટી સ્ટ્રોન્ગ. બન્નેનો મિજાજ ભડકીલો. બન્ને વચ્ચે પ્રેમ અને લાગણી છે તે દોસ્તારો સ્પષ્ટપણે જોઈ શકતા હતા, પણ ક્રમશઃ બન્ને એકમેકના અહમ પર ઘા કરવા લાગ્યાં હતાં. શૉનને મડોનાની લાઈફ્સ્ટાઈલ અને દોસ્તારો પસંદ નહોતા.  મડોના પતિના ફ્રેન્ડસર્કલમાં સેટ થઈ શકતી નહોતી.  મડોનાનું સ્વકેન્દ્રીપણું અને ‘બધા મને જુઓ… બધા મને જુઓ’ પ્રકારનો એટિટયુડ શૉનને ખંૂંચ્યા કરતો. લોકોને શૉક આપવા માટે મડોના પોતાના મ્યુઝિક વીડિયોઝ અને સ્ટેજ પર્ફેર્મન્સીસમાં જે રીતે અશ્લીલતાનો ડોઝ વધારતી જતી હતી તે શૉનની માને પસંદ નહોતું.  શૉનનું મીડિયા સાથે વારંવાર બાખડી પડવું મડોનાને પસંદ નહોતું. પોતાનો વર પર પોસીસ કેસ થયા, જેલમાં જવું પડે ને જગહસાઈ થાય તે કઈ પત્નીને ગમે?

જોકે શૉનનું ‘વેસ્ટવૂડ’ નામનું નાટક ઓપન થયું તે રાત્રે મડોના બનીઠનીને હાજર રહી હતી. શો પૂરો થયા પછી શૉન પર પ્રશંસાનો વરસાદ વરસ્યો. એ શૉનની રાત હતી, શૉનનો અવસર હતો. શો પછી ગોઠવાયેલી પાર્ટીમાં સ્વાભાવિકપણે જ સૌ શૉનને વીંટળાયેલા રહૃાા. કોઈ મડોના સાથા ખાસ કંઈ વાત કરતું નહોતું એટલે મડોનાની અકળામણનો પાર ન રહૃાો. શૉન મડોનાને કર્મ્ફ્ટેબલ ફીલ કરવવાની કોશિશ કરતા રહૃાા, પણ પોતે સેન્ટર-ઓફ્-અટ્રેકશન ન હોય તે સ્થિતિની મડોનાને ટેવ જ નહોતી!  ખરેખર તો પતિની સફ્ળતાથી, એને મળી રહેલી પ્રશંસાથી મડોનાએ ખુશ થવું જોઈતું હતું, ગર્વ અનુભવવો જોઈતો હતો. તેને બદલે મડોના ધૂંધવાતી રહી. પાર્ટી પૂરી થયા બાદ ઘરે જઈને કદાચ બન્ને ઝઘડો પણ થયો હશે. પતિ-પત્ની એકમેકનો વિકાસ જોઈને ખુશ ન થઈ શકે તે બીમાર લગ્નજીવનની નિશાની છે.

આખરે પેલો કાળો દિવસ આવ્યો – ૨૮ ડિસેમ્બર ૧૯૮૮. સવારના પહોરમાં બ્રેકફસ્ટ ટેબલ પર પતિ-પત્ની વચ્ચે કોઈક વાતે જંગ છેડાઈ ગયો. શૉને કહૃાું: અત્યારે ને અત્યારે તું અહીંથી જતી રહે. મડોના કહેઃ અત્યારે ભલે જતી રહું, પણ હું પાછી આવીશ. શૉને ગુસ્સે થઈને કહૃાું: જો પાછી મારી સામે આવી છે તો તારા વાળ કાપી નાખીશ! શૉનની આ ‘ધમકી’ મડોનાએ સાચી માની લીધી. એટલી હદે કે એણે સ્થાનિક પોલીસને ફેન કર્યોઃ મારો જીવ જોખમમાં છે, મારા વર પાસે ગન છે, એ મને ઉડાવી દેશે! આવડી મોટી સેલિબ્રિટી આવી ગંભીર ફ્રિયાદ કરે એટલે પોલીસ અધિકારીઓ હરકતમાં આવી ગયા. પોલીસની ગાડીઓ તેમના ઘરે પહોંચી ગઈ. ટેબ્લોઈડ છાપાવાળાઓ કલ્પનાના ઘોડા દોડાવવા લાગ્યાં: પતિ-પત્ની વચ્ચે એવું તે શું બન્યું હશે કે પોલીસ બોલાવવી પડી? બીજા દિવસથી છાપાઓમાં જાતજાતના ગપગોળા છપાવાનું શરુ થઈ ગયું: શૉન પેને પોતાની પત્ની મડોનાને બાંધીને મારી. કોઈએ લખ્યું, શૉને બેઝબોલના બેટથી મડોનાનું માથું ચીરી નાખ્યું. કોઈએ લખ્યું, મડોનાને હોસ્પિટલભેગી કરવી પડી. એની હાલત એટલી ખરાબ હતી કે કોઈ ઓળખી સુધ્ધાં શકયું નહીં કે આ પોપસ્ટાર મડોના છે! શૉનની છાપ આમેય ભારાડી માણસની હતી. એ રાતોરાત વિલન બની ગયા. એમને અકળામણ એ વાતની થઈ રહી હતી કે મડોનાએ કેમ મોંમાં મગ ભરી રાખ્યા છે? એ કેમ ખુલાસો કરતી નથી કે મીડિયામાં ચગી રહેલી વાતો ખોટી છે અને મારી ને શૉન વચ્ચે કશું જ હિંસક બન્યું નહોતું?

મડોનાના મૌને અટકળોને હવા આપી. ટેબ્લોઈડ તો ઠીક, ‘ધ વોશિંગ્ટન પોસ્ટ’ પ્રકારના ગંભીર અખબારો-મેગેઝિનોમાં પણ ઘરેલુ હિંસાની વાત છપાતી ત્યારે શૉન અને મડોનાનો કિસ્સો ટાંકવામાં આવતો. મડોનાએ આખરે ૨૮ વર્ષ પછી, ગયા ડિસેમ્બરમાં મોં ખોહલયું. કોર્ટમાં એણે એફ્ડિેવિટ ફઈલ કરી જેમાં લખ્યું હતું કે, ‘શૉને મારા પર કયારેય હાથ ઉપાડયો નથી, મને બાંધી નથી કે મારી સાથે કોઈ જાતનો હિંસક વર્તાવ કર્યો નથી. આ મતલબના જે કોઈ અહેવાલો છપાયા છે તે તમામ વાહિયાત, અવિચારી, ખોટા અને બદનામી કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે.’

લો, બોલો. આટલાં વર્ષોમાં શૉનને અંગત સ્તરે જે નુકસાન થવાનું હતું તે થઈ ચુકયું હતું, પણ વ્યાવસાયિક સ્તરે તેઓ હંમેશાં ચડતી કળાએ રહૃાા. જેના માટે એમને બેસ્ટ એકટરના ઓસ્કાર મળ્યો તે  ‘મિસ્ટિક રીવર’ અને ‘મિલ્ક’ ઉપરાંત ‘ડેડ મેન વોકિંગ’, ‘૨૧ ગ્રામ્સ’ જેવી કેટલીય અફ્લાતૂન ફ્લ્મિો એમના બાયોડેટામાં બોલે છે. ‘ઈનટુ ધ વાઈલ્ડ’ ફ્લ્મિે તેઓ ડિરેકટર તરીકે પણ કેવા તગડા છે તે સાબિત કર્યું છે. મડોનાની દુનિયા પર છવાઈ જવાની મહત્ત્વાકાંક્ષા પૂરી થઈ. દુનિયાની સૌથી ધનાઢય સ્ત્ર્રીઓમાં આજેય એની ગણના થાય છે. બન્નેએ બીજાં લગ્ન કર્યાં અને બીજી વાર ડિવોર્સ પણ લીધા.

ખરેખર, હોલિવૂડ અને લગ્નજીવનનુ ભલું પૂછવું. આ બન્નેમાં કંઈ પણ થઈ શકે છે!

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો