NIFTY 10,186.60 -38.35  |  SENSEX 32,941.87 +-91.69  |  USD 65.4150 -0.01
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • ચલણી નોટોમાથી મહાત્મા શબ્દ દૂર ના થાય, ભરો 10 હજાર દંડ

ચલણી નોટોમાથી મહાત્મા શબ્દ દૂર ના થાય, ભરો 10 હજાર દંડ

 | 5:01 pm IST

કોલકતાની  જાધવપુર યુનિવર્સિટીના રિસર્ચ સ્કોલર એસ. ગુરુનંતમે ચલણી નોટોમાં ગાંધીજીના ફોટામાં લખાયેલા મહાત્મા શબ્દને દૂર કરવા માટે મદ્રાસ હાઈકોર્ટમાં જનહિત અરજી (પીઆઈએલ) કરી હતી, પરંતુ હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ ઈન્દિરા બેનર્જી અને ન્યાયમૂર્તિ એમ. સુંદરે પીઆઈએલ ફગાવી દેવાની સાથે અરજદારને રૂ. 10,000 દંડ ફટકારતાં જણાવ્યું હતું કે આ પ્રકારની પિટિશનથી માત્રને માત્ર કોર્ટના કામમાં ખલેલ પહોંચે છે. અને તેનાથી કોર્ટના કિંમત સમય બગડે છે.

પીઆઈએલમાં અરજદારે એવી રજૂઆત કરી હતી કે ચલણી નોટોમાંથી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના નામની આગળથી મહાત્મા શબ્દ દૂર ન કરી સરકાર બંધારણના અનુચ્છેદ 14 અને 18નું ઉલ્લંધન કરે છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) પણ મહાત્મા શબ્દનો ઉપયોગ કરી સમાનતાના સિદ્ધાંતનો અનાદર કરે છે. જોકે તે બંધારણની મૂળ ભાવના છે.

પિટિશનમાં અરજદારે તમામ ચલણી નોટો અને સિક્કાઓમાંથી મહાત્મા શબ્દ દૂર કરવા સરકારને આદેશ આપવા કોર્ટ સમક્ષ દાદ માગી હતી. કોર્ટે પિટિશન ફગાવી દેતા જણાવ્યું હતું કે પીઆઈએલમાં કોઈ પ્રકારના જનહિતનો સમાવેશ થતો નથી. હાઈકોર્ટે આ ઉપરાંત અરજદારને દંડની રકમ રૂ. 10 હજાર 15 દિવસમાં કોર્ટના રજિસ્ટ્રાર જનરલમાં જમા કરાવી દેવાનો આદેશ આપ્યો હતો.