Madras High Court pronounces verdict: M.Karunanidhi to get a burial at the Marina Beach
  • Home
  • Featured
  • કરૂણાનિધિના મરીના બીચ પર અંતિમસંસ્કારને HCની મંજૂરી, ચુકાદો સાંભળી ધ્રુસકે ધ્રુસકે રડ્યો દીકરો

કરૂણાનિધિના મરીના બીચ પર અંતિમસંસ્કારને HCની મંજૂરી, ચુકાદો સાંભળી ધ્રુસકે ધ્રુસકે રડ્યો દીકરો

 | 11:07 am IST

તામિલનાડુના પૂર્વ સીએમ એમ.કરૂણાનિધિના મરીના બીચ પર અંતિમ સંસ્કાર કરાશે. મદ્રાસ હાઇકોર્ટે રાજ્ય સરકારના વિરોધને નકારતા કરૂણાનિધિની અંત્યેષ્ટિ મરીના બીચ પર કરવાની મંજૂરી આપી દીધી છે. દિવંગત સીએમને તેમના રાજકીય ગુરૂ સીએન અન્નાદુરઇની બાજુમાં દફનાવામાં આવે.  આપને જણાવી દઇએ ડીએમકેના દિવંગત સીએમના મરીના બીચ પર અંતિમ સંસ્કાર માટે અરજી દાખલ કરાઇ હતી. રાજ્ય સરકારે અરજીનો વિરોધ કરતાં પ્રોટોકોલનો તર્ક આપ્યો હતો. રાજ્ય સરકારના વકીલે કોર્ટને કહ્યું કે પૂર્વ સીએમની અંત્યેષ્ટિ મરીના બીચ પર કરી શકાય નહીં પરંતુ હાઇકોર્ટે તેને માની નહીં.

કરૂણાનિધિનો દીકરો ચુકાદો સાંભળી ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો.

ડીએમકેના વકીલે હાઇકોર્ટના નિર્ણય અંગે માહિતી આપતા કહ્યું કે કરૂણાનિધિની અંત્યેષ્ટિ અન્નાદુરાઇ મેમોરિયલની પાસે કરવાની ડીએમકેની માંગણીવાળી અરજીને સ્વીકારી લીધી. હાઇકોર્ટે તામિલનાડુ સરકારને ‘કલાઇનાર’નું સ્મારક બનાવાનો પણ આદેશ આપ્યો.

કેસમાં તામિલનાડુ સરકારે જવાબી એફિડેવિટ દાખલ કરી હતી. સરકારે કોર્ટમાં કહ્યું કે દિવંગત કરૂણાનિધિએ પોતાના મુખ્યમંત્રીત્વ કાળમાં પ્રોટોકોલ મેન્યુઅલને સમજ્યા બાદ પૂર્વ સીએમ જાનકી રામચંદ્રન માટે મરીના બીચ પર જમીન ફાળવી નહોતી. સરકારનો તર્ક છે કે પૂર્વ મુખ્યમત્રીઓના મરીના બીચ પર અંતિમ સંસ્કાર કરવાની પરંપરા છે.

રાજ્ય સરકારના વકીલે કોર્ટમાં કહ્યું કે ડીએમકે આ કેસ દ્વારા પોતાના રાજકીય એજન્ડાને સાધવાની કોશિષ કરી રહ્યું છે. ડીકે ચીફ પેરિયાર દ્રવિડ મુવમેન્ટના સૌથી મોટા નેતા હતા શું તેમની સમાધિ મરીના બીચ પર બની? હવે હાઇકોર્ટના આદેશ બાદ એમ.કરૂણાનિધિના તેમના રાજકીય સંરક્ષક અને ગુરૂ અન્નાદુરઇના બાજુમાં સમાધિ બનશે.

આની પહેલાં હાઇકોર્ટે ટ્રૈફિક રામાસ્વામી, કે બાલુ, અને દુરૂઇસામીના મરીના બીચ પર નિર્માણને પ્રતિબંધિત કરતી અરજીને રદ કરી દીધી છે. કોર્ટમાં અરજીકર્તા ટ્રૈફિક રામાસ્વામીએ મરીના બીચ પર નિર્માણ રોકવાની અરજી પાછી ખેંચવાની તૈયારી થઇ ગઇ. ત્યારબાદ હાઇકોર્ટે કાર્યકારી ચીફ જસ્ટિસને અરજીકર્તાના વકીલને કેસ પાછું લેવાનું કહ્યું.

હાઇકોર્ટે અરજીકર્તાના વકીલને મરીના બીચ પર દિવંગત કરૂણાનિધિની સમાધિ બનાવાને લઇ એક શપથપત્ર દાખલ કરવાનું કહ્યું છે. કોર્ટે કહ્યું કે અરજીકર્તા શપથપત્રમાં એ દર્શાવે કે તેમને મરીના બીચ પર અગાઉ સીએમની સમાધિથી કોઇ મુશ્કેલી નથી. ત્યારબાદ વકીલે કોર્ટની સામે મેમોરેન્ડમ દાખલ કર્યું.

સ્ટાલિને સીએમ સાથે કરી હતી મુલાકાત
સ્ટાલિને પોતાના પિતાના નિધનના થોડાક કલાક પહેલાં જ આ સંબંધમાં મુખ્યમંત્રી સાથે મુલાકાત પણ કરી હતી. સરકારે એક નિવેદન રજૂ કરીને કહ્યું છે કે તેઓ મદ્રાસ હાઇકોર્ટમાં ચાલી રહેલા કેટલાંય કેસ અને કાયદાકીય જટિલતાઓના લીધે મરીના બીચ પર જગ્યા આપવામાં અસમર્થ છે. સરકાર રાજાજી અને કામરાજના સ્મારકોના નજીક સરદાર પટેલ રોડ પર બે અકર જગ્યા આપવા માટે તૈયાર છે. કેટલાંક સમાચારોમાં કહ્યું છે કે સરકાર મરીના બીચ પર કરૂણાનિધિને દફનાવા માટે જગ્યા આપવા અનિચ્છુક છે કારણ કે તેઓ હાલના મુખ્યમંત્રી નહોતા.

રામચંદ્રન અને જયલલિતાને અહીં જ મળી છે જગ્યા
પૂર્વ મુખ્યમંત્રી એમજી રામચંદ્રન અને તેમની ખૂબ જ નજીક ગણાતા જયલલિતાને મરીના બીચ પર જ દફનાવામાં આવ્યા હતા અને ત્યાં તેમનું સ્મારક બનાવામાં આવ્યું. આ બંને રાજકારણમાં કરૂણાનિધિના કટ્ટર વિરોધી હતા. કરૂણાનિધિના પૂર્વવર્તી અન્નાદુરઇનું જ્યારે નિધનય થયું હતું ત્યારે તેઓ મુખ્યમંત્રી હતા. દ્રમુક કાર્યકર્તાઓએ તત્કાલ જ પ્રદર્શન કર્યું અને સૂત્રોચ્ચાર કર્યા. તેમણે મરીના બીચ પર કરૂણાનિધિને દફનાવા માટે જગ્યાની માંગણી કરી. વિપક્ષી દળોએ દ્રમુકની માંગણીનું સમર્થન કર્યું.