તમિલનાડુમાં પલાનીસ્વામીની સરકારને કોર્ટે આપી આંશિક રાહત - Sandesh
NIFTY 10,814.60 -42.10  |  SENSEX 35,631.85 +-107.31  |  USD 67.6150 -0.03
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • તમિલનાડુમાં પલાનીસ્વામીની સરકારને કોર્ટે આપી આંશિક રાહત

તમિલનાડુમાં પલાનીસ્વામીની સરકારને કોર્ટે આપી આંશિક રાહત

 | 3:07 pm IST

તમિલાનડુના એ.પલાનીસ્વામીની સરકારને મોટી રાહત મળી છે. ગત્ત વર્ષે AIADMKની પલાનીસ્વામી સરકાર પાસેથી સમર્થન ખેંચી લેનાર ટીટી દિનાકરણ જૂથના 18 ધારાસભ્યોના નસીબ પર મદ્રાસ હાઈકોર્ટે આજે થોડી રાહત આપી છે. આ મામલે બે જ્જોની બેન્ચ દ્વારા સામાન્ય સમજૂતી ન બનતાં હવે ચુકાદો ત્રણ જ્જોની બેન્ચને સોંપવામાં આવ્યો છે.

ચીફ જસ્ટિસ ઈન્દિરા બેનર્જીએ કેસ ફગાવી દીધો હતો. તેમને વિધાનસભા સ્પીકરના નિર્ણયને યોગ્ય ગણાવ્યો છે. અને સાથે જ કહ્યું કે, સ્પીકર પાસે તેનો યોગ્ય અધિકાર છે. ત્યારે બેન્ચના અન્ય જ્જે તેનાથી વિરોધમાં ચુકાદો આપ્યો છે. હવે આ મામલે ત્રણ બેન્ચોની પાસે પહોંચ્યો છે. હાલમાં પલાનીસ્વામી સરકાર પર કોઈ જ સંકટ નથી.

આ તમામ ધારાસભ્યોને વિધાનસભા સ્પીકરે અયોગ્ય ગણાવ્યા હતા, જે પછી તેમને મદ્રાસ હાઈકોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. જ્યારે બીજી તરફ ચુકાદાના પહેલા મુખ્યમંત્રી પલાનીસ્વામીના ઘરે મોટા નેતાઓ બેઠક ચાલી રહી હતી. પલાનીસ્વામીને વિશ્વાસ છેકે તેઓ બહુમતી સાબિત કરવામાં સફળ જ રહશે. જો ચુકાદો AIADMKના વિરૂધ્ધમાં આવે છે તો તેના પર વાત કરવામાં આવી રહી છે, બીજી તરફ દિનાકરણે પણ પોતાના 18 ધારાસભ્યોની સાથે બેઠક બોલાવી છે.

-જો કોર્ટ સ્પીકરનો ચુકાદો માન્ય રાખતા નથી,તો વિધાનસભા ફ્લોરટેસ્ટ કરવવો પડશે. જેમાં ઈ.પલાનીસ્વામીને સંખ્યા મેળવવામાં મુશ્કેલી થઈ શકે છે. કેટલાક AIADMKના ધારાસભ્યો પોતનો પક્ષ બદલી શકે છે.
– જો સ્પીકરના ચુકાદાને માન્ય રાથે છે, તો 18 ધારાસભ્યોની ફરીથી ચૂંટણી કરવાની રહેશે.

હાલમાં શું છે સ્થિતિ?
કુલ સંખ્યા -234
DMK -98
ટીટીવી દિનાકરણ- 1+18 (જેના પર મદ્રાસ હાઈકોર્ટ આપે છે)
AIADMK- 114

જો દિનાકરણ અને DMK સાથે આવે છે તો, DMK -98 +દિનાકરણ- 19 = 117 થાય છે.