આ વખતની માઘ પૂર્ણિમા છે ખાસ, રચાઇ રહ્યો છે શુભ સંયોગ આ ઉપાય કરશે બેડાપાર

શાસ્ત્રોમાં જેનું ખુબજ મહત્વ રહેલુ છે તે માઘ પૂર્ણિમા (Magh Purnima ) તિથિ 27 ફેબ્રુઆરી શનિવારે આવે છે. હિન્દૂ ધર્મમાં આ તિથિનું ખુબજ મહત્વ રહેલું છે. માઘ પૂર્ણિમાના દિવસે દાન, હવન, વ્રત અને જાપનું વિશેષ મહત્વ રહેલું છે. માન્યતા છે કે આ દિવસે સ્નાન કરનારને સુખ-સૌભાગ્ય, ધન-સંતાન અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ દિવસે નવ ગ્રહોની શાંતિ મટે કેટલાક ઉપાય કરવાથી મનોકામના પુર્ણ થાય છે.
બુધના કારણે ત્વચા અને બુદ્ધિની સમસ્યાઓ આવે છે. આના નિવારણ માટે લીલી શાકભાજી અને આંબળાનું દાન કરવુ જોઇએ. બૃહસ્પતિને કારણે મોટાપા, પાચનતંત્ર નબળુ પડવુ, લિવર જેવી સમસ્યાઓ આવે છે. આના માટે કેળા, મકાઇ, ચણાની દાળ દાન કરો. શુક્રના કારણે ડાયાબીટીસ, આંખોની સમસ્યા આવે છે.આ માટે માખણ,ઘી, સફેદ તલનું દાન કરો.
સૂર્યના કારણે હૃદય રોગ અને અપયશ જેવી સમસ્યાઓ થાય છે. તેમના નિવારણ માટે ગોળ અને ઘંઉનું દાન કરો. ચંદ્રમાના કારણે માનસિક રોગ અને તાણનો યોગ બને છે. આનાથી બચવા માટે જળ, મિસરી કે દૂધનું દાન કરો. મંગળના કારણે રક્ત દોષ અને કોર્ટ કચેરીના ધક્કા ખાવાની નોબત આવે છે આનાથી બચવા માટે મસૂરની દાળનું દાન કરો.
શનિના કારણે સ્નાયુ તંત્ર અને લાંબી બીમારીઓ થાય છે. આના નિવારણ માટે કાળા તલ અને સરસોના તેલનું દાન કરો. રાહુ-કેતુના કારણે વિચિત્ર પ્રકારના રોગ થાય છે. આના નિવારણ માટે સાત પ્રકારના ધાન, કાળો ધાબળો અને જુતા ચપ્પલ દાન કરો.
આ વીડિયો જુઓ: અમૃત સિદ્ધિ યોગને કાર્યોની પૂર્તિ માટે કયા ઉપાય કરવા
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન