Magic Selfie Video Goes Viral on Internet
  • Home
  • Videos
  • Featured Videos
  • આ જાદુઈ સેલ્ફી જોઈ તમ્મર ખાઈ જશો, જુઓ Video

આ જાદુઈ સેલ્ફી જોઈ તમ્મર ખાઈ જશો, જુઓ Video

 | 4:31 pm IST

ઈન્ટરનેટ પર જાદુ અને ભ્રમ ઉત્પન્ન કરે એવા ઘણા વીડિયો વાયરલ થયા છે. જ્યારે સોશિયલ મીડિયા પર પણ તમે કેટલાક જાદુના વીડિયોઝ જોયા હશે. પરંતુ હાલ એક એવો જ વીડિયો વાયરલ થયો છે જેમાં અરીસાનો કમાલનો જાદુ તમને જોવા મળશે.

આ વીડિયોમાં એક શખ્સ એક કપડાની દુકાનમાં લાગેલા અરીસામાં જોઈને મોબાઇલ વડે સેલ્ફી લેતા દેખાય છે. પરંતુ આ સેલ્ફી થોડી અલગ પ્રકારની છે અને જે તમારી આંખોમાં ભ્રમ ઉત્પન્ન કરે છે. રિપોર્ટ મુજબ આ વીડિયો અમેરિકાના એક ગારમેન્ટ સ્ટોરનો છે. જ્યાં Shawn Reischauer નામનો વ્યક્તિ તેના ભાઈ સાથે આવે છે. Shawn, સ્ટોરના અરીસામાં ઉભો રહીને સેલ્ફી લેતા દેખાય છે પરંતુ સેલ્ફીની જગ્યાએ અરીસામાં રિફ્લેકશન થતા મેજિક ક્રિએટ થાય છે. ચાર વખત ઝૂમ આઉટ થતા કેમેરા રિફ્લેકશન રિયલ Shawn તરફ જાય છે અને અદભુત જાદુ દેખાય છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન