મેજિક ટ્રિક : સ્ટ્રોથી બનાવો બલૂન જેટ કાર - Sandesh
  • Home
  • Featured
  • મેજિક ટ્રિક : સ્ટ્રોથી બનાવો બલૂન જેટ કાર

મેજિક ટ્રિક : સ્ટ્રોથી બનાવો બલૂન જેટ કાર

 | 3:27 pm IST

સામગ્રીઃ 4 સીડી, વધુ પ્રમાણમાં સ્ટ્રો, કાતર, 1 મધ્યમ સાઇઝનો બલૂન, સેલોટેપ, લાકડાની 6 સ્ટિક, એક નાનકડું કાર્ડબોર્ડ બોક્સ,

પ્રિય બાળકો! આપણે આજ સુધી કેટલીય મેજિક ટ્રિક અપનાવી લોકોને આશ્ચર્યચકિત કર્યા છે. આપણે સહુ જાણીએ છીએ કે જાદુ કોઈ ચમત્કાર નહીં, પરંતુ માત્ર હાથની સફાઈ છે જેમાં અનેક વૈજ્ઞાનિક ટ્રિક અપનાવવામાં આવે છે. આજે પણ આપણે એવી જ એક ટ્રિક અપનાવી સ્ટ્રોની મદદથી બલૂન જેટ કાર બનાવવાની કોશિશ કરીશું.

બલૂન જેટ કાર બનાવવા માટે સૌ પ્રથમ સ્ટ્રોને સરખા પ્રમાણમાં લઈ બે સીડીના વચ્ચેના છિદ્રમાં ભરાવીશું, જેવી રીતે વીડિયોમાં બતાવવામાં આવ્યું છે. આ સ્ટ્રો ટાઇટ ભરાવેલી હોવી જોઈએ. હવે આ જ રીતે બાકીની બે સીડીમાં સરખા પ્રમાણમાં સ્ટ્રો ભરાવો.

હવે આ બંને સ્ટ્રોમાં લાકડાની એક સ્ટિક લગાવી દો. આ લાકડાની સ્ટિક ટાઇટ ન હોવી જોઈએ એ ધ્યાન રાખવું. હવે વીડિયોમાં દર્શાવ્યા મુજબ બંને તરફ એક-એક લાકડાની સ્ટિક લગાવી ચારેય કોર્નરને જોડી સેલોટેપ લગાવી દો.

હવે કાર્ડબોર્ડના બોક્સમાં થોડી થોડી દૂરી ઉપર બે સ્ટિક લગાવી તેને વીડિયોમાં દર્શાવ્યાં મુજબ કારમાં વચ્ચે લગાવો અને સેલોટેપથી જોડી દો. હવે બલૂનમાં હવા ભરી તેને કાર્ડબોર્ડમાં સેલોટેપની મદદથી ચોંટાડી, જવા દો. બલૂનમાં હવા ભરી તેને ગાંઠ ન મારવી.

વીડિયોમાં દર્શાવ્યા મુજબ બલૂન લગાવી તેને છોડી દો. જુઓ, કેવી ભાગે છે તમારી બલુન જેટ કાર! આ ટ્રિકને અજમાવવા માટે તમે વીડિયો જોઈ શકો છો. ચાલો ત્યારે, બનાવી જુઓ બલૂન જેટ કાર.