maglev trains in india, Bhel ties up with swissrapide AG
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • હવે ભારતમાં દોડશે યુરોપની લોકપ્રિય Maglev ટ્રેન, પાટા પર નહીં હવામાં દોડે છે આ રેલ

હવે ભારતમાં દોડશે યુરોપની લોકપ્રિય Maglev ટ્રેન, પાટા પર નહીં હવામાં દોડે છે આ રેલ

 | 9:14 pm IST
  • Share

યુરોપની લોકપ્રિય Maglev ટ્રેન હવે ભારતમાં પણ દોડતી નજરે આવશે. સરકારી એન્જિનિયરિંગ કંપની બીએચઇએલ(BHEL) એ Maglev(Magnetic Levitaion) ટ્રેનને ભારત લાવવા માટે સ્વિટઝરલેન્ડની કંપની SwissRapide AG સાથે હાથ મિલાવ્યો છે.

મીડિયા રિપોર્ટ મુજબ BHELએ બુધવારે આ માહિતી આપી છે. કંપની ઘણા ક્ષેત્રોમાં પોતાનો વ્યવસાય વધારવા માંગે છે અને અર્બન ટ્રાન્સપોર્ટેશન સેક્ટર પણ તેમાં શામેલ છે. આ યોજના હેઠળ કંપની Maglev ટ્રેનોને ભારત લાવવાની તૈયારી કરી રહી છે. રિપોર્ટ પ્રમાણે Maglev રેલ ચુંબકીય લેવિટેશન(magnetic levitation)ના કારણે પાટાના બદલે હવામાં ચાલે છે.

આ કારણે આમાં ઊર્જાનો ખુબજ ઓછો ખર્ચ થાય છે અને સરળતાથી 500 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે. આનું સંચાલન ખર્ચ પણ ખૂબ ઓછું હોય છે. આ અંગે BHELએ SwissRapide AG સાથે એક સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે. આનાથી વડાપ્રધાનના મેક ઇન ઇન્ડિયા કાર્યક્રમ અને આત્મનિર્ભર ભારત અભિયાનને પ્રોત્સાહન મળશે. ઉપરાંત આ પ્રોજેક્ટથી ભારતમાં દુનિયાની અત્યાધુનિક તકનીકને લાવવામાં પણ મદદ થશે. BHEL ભારતમાં Maglev ટ્રેનોનું નિર્માણ કરશે.

આ વીડિયો પણ જુઓ: રોજે રોજ નોંધાતા કોરોનાના રેકોર્ડ બ્રેક કેસ ચિંતાનો વિષય

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન