બંધ થવા જઇ રહ્યા છે આ ATM કાર્ડ, રિઝર્વ બેંકે આપ્યો આદેશ - Sandesh
  • Home
  • Business
  • બંધ થવા જઇ રહ્યા છે આ ATM કાર્ડ, રિઝર્વ બેંકે આપ્યો આદેશ

બંધ થવા જઇ રહ્યા છે આ ATM કાર્ડ, રિઝર્વ બેંકે આપ્યો આદેશ

 | 2:22 pm IST

બેંકનાં ATMને લઇને એક મોટી ખબર છે. તમારું ATM કાર્ડ જલદી બંધ થઇ શકે છે. મેગ્નેટિક સ્ટ્રાઇપવાળા કાર્ડને બેંક બંધ કરવા જઇ રહી છે. આની જગ્યાએ હવે ચિપવાળા કાર્ડનો જ ઉપયોગ કરવામાં આવશે. દેશમાં અત્યારે 2 રીતનાં કાર્ડનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. એક મેગ્નેટિક સ્ટ્રાઇપવાળું અને બીજું ચિપવાળું કાર્ડ. જો કે હવે બેંક મેગ્નેટિક સ્ટ્રાઇપ કાર્ડ બંધ કરશે. તેની જગ્યાએ ચિપ્સવાળા કાર્ડનો ઉપયોગમાં લાવવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે RBIનાં આદેશ પ્રમાણે આવુ કરવામાં આવી રહ્યું છે. કાર્ડ રિપ્લેસની ડેડલાઇન ડિસેમ્બર 2018 છે. RBIએ આ કદમ ગ્રાહકોનાં ATM-ડેબિટ અને ક્રિડેટ કાર્ડની ડિટેલ્સ સિક્યોર રાખવા માટે ઉઠાવ્યું છે. RBI પ્રમાણે મેગ્નેટિક સ્ટ્રાઇપ કાર્ડ હવે જુની ટેકનોલોજી થઇ ગઇ છે. કાર્ડ્સ બનાવવું પણ બંધ થઇ ગયું છે. આ કાર્ડ સંપૂર્ણ રીતે સિક્યોર નહતો. આ જ કારણ છે કે આને બંધ કરવામાં આવે છે. આની જગ્યાએ EVM ચિપ બનાવવામાં આવશે. દરેક જૂના કાર્ડ્સની જગ્યાએ EVM ચિપ કાર્ડ તૈયાર કરવામાં આવશે.

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયાએ 2016માં દરેક બેંકને આદેશ આપ્યો હતો કે ગ્રાહકોનાં સાધારણ મેગ્નેટિક સ્ટ્રાઇપ કાર્ડ્સને ચિપવાળા કાર્ડ્સથી રિપ્લેસ કરવામાં આવે. આની ડેડલાઇન ડિસેમ્બર 2018 નક્કી કરવામાં આવી છે. SBI મેગ્નેટિક સ્ટ્રાઇપ કાર્ડને બ્લોક કરી રહ્યું છે અને તેની જગ્યાએ ચિપવાળા કાર્ડ્સ લાવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન