Magnitude 6.0 earthquake strikes near Melbourne
  • Home
  • World
  • ઓસ્ટ્રેલિયામાં 6.0નો પ્રચંડ ભૂકંપ, 700 કિમી દૂર આંચકો અનુભવાયો

ઓસ્ટ્રેલિયામાં 6.0નો પ્રચંડ ભૂકંપ, 700 કિમી દૂર આંચકો અનુભવાયો

 | 2:00 am IST
  • Share

ઓસ્ટ્રેલિયામાં બુધવારે સવારે ૯ઃ૧૫ કલાકે મેલબોર્નથી ૧૧૦ માઇલ દૂર આવેલા મેન્સફિલ્ડ નગર ખાતે એપી સેન્ટર ધરાવતો સદીનો સૌથી શક્તિશાળી ૬.૦ની તીવ્રતા ધરાવતો ભૂકંપ આવ્યો હતો. જેના પગલે દેશના બીજા ક્રમના સૌથી મોટા શહેર મેલબોર્નમાં ઇમારતો ધ્રૂજી ઊઠતાં લોકો ઘરોની બહાર દોડી ગયાં હતાં. મેલબોર્નની સડકો પર ઇમારતોમાંથી વેરવિખેર થયેલો કાટમાળ ખડકાયો હતો. મુખ્ય ભૂકંપના આંચકા બાદ થોડી જ મિનિટોમાં ૪.૦ અને ૩.૧ની તીવ્રતાના આફ્ટરશોક પણ આવ્યા હતા. મુખ્ય આંચકો વિક્ટોરિયા સ્ટેટથી ૭૦૦ કિમી દૂર આવેલા તાસ્માનિયામાં પણ અનુભવાયો હતો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો