Maha Ctclone Emergency Number of Villages on Alert in Gujarat
  • Home
  • Featured
  • ‘મહા’ સંકટ ‘મહા’ વાવાઝોડાનો રાજકોટના 30, રાજુલા અને જાફરાબાદના 3-3 ગામો પર સૌથી મોટો ખતરો મંડરાયો

‘મહા’ સંકટ ‘મહા’ વાવાઝોડાનો રાજકોટના 30, રાજુલા અને જાફરાબાદના 3-3 ગામો પર સૌથી મોટો ખતરો મંડરાયો

 | 3:21 pm IST

મહા વાવાઝોડાની અસરનાં ભાગરૂપે ગુજરાતમાં ભારે વરસાદની અને દરિયો તોફાની બનવાની શક્યતા હોય વહીવટીતંત્રને સતર્ક થયું છે. વાવાઝોડું ‘મહા’ ગુજરાત તરફ ફંટાઈ ગયું છે. હવામાન વિભાગની આગાહી મુજબ 7મી નવેમ્બરે વાવાઝોડું સવારે સૌરાષ્ટ્રના દરિયા કાંઠે ટકરાશે. વાવાઝોડું ધીરે ધીરે નબળું પડી રહ્યું છે પરંતુ તેની અસર તો યથાવત રહેવાની સંભાવના છે. જેના કારણે દરિયાકાંઠાનાં નિચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોનું સ્થળાતંર કરવામાં આવશે તેવી યોજના છે.

દેશમાંથી NDRFની 17 ટીમ ગુજરાત પહોંચી ગઇ છે. ગ્લોબ માસ્ટર અને ગુજરાતમાં ટીમોનું પણ આગમન થઇ ગયું છે. અમદાવાદ અને જામનગર એરપોર્ટ પર તેનું ઉતરાણ થઇ ગયું છે. હવે તંત્ર NDRFની ટીમોને જરૂરિયાત મુજબ ડિપ્લોય કરાશે. જામનગરમાં NDRFના 140 જવાનો પહોંચ્યા છે, જ્યારે અમદાવાદમાં NDRFના 100 જવાનો પહોંચ્યા છે.

દીવના તમામ બીચ બંધ કરાયા
મહા વાવાઝોડાની દહેશત વચ્ચે દીવના તમામ બીચ બંધ કરાયા છે. પ્રવાસીઓને બીચ પર જવા પર પ્રતિબંધ મૂકાયો છે. દીવના તમામ બીચ પર પોલીસ રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરી રહી છે. વિશ્વ વિખ્યાત દીવના નાગવા બીચને પણ બંધ કરાયો છે. પોલીસે નાગવા બીચ પરથી પ્રવાસીઓને હટાવ્યા છે.

જાફરાબાદના ૩ અને રાજુલાનાં 3 ગામે પર સૌથી વધુ ખતરો
જાફરાબાદ તાલુકાનાં ૩ અને રાજુલા તાલુકાનાં 3 ગામે પર સૌથી વધુ ખતરો મંડરાઇ રહ્યો છે. દરિયાઈ પટ્ટીથી એક કિ.મી. વિસ્તારમાં આવતા કુલ 17 ગામોને એલર્ટ કરવામાં આવ્યાં છે. NDRFની એક ટીમ ભાવનગરથી જાફરાબાદ જવા રવાના થઇ છે. માચ્છીમારોને દરિયો નહી ખેડવા તંત્રની તાકિદ છે. અમરેલી ખાતે ઈમરજન્સી કંટ્રોલ રૂમ પણ શરૂ કરાયો છે. આપાતકાલિન સમયે 02792 230735 નંબર પર સંપર્ક કરી શકાશે. જીલ્લા કલેકટર આયુશ ઓક દ્વારા તમામ ગતિવિધિ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.

મહા’ના એલર્ટ વચ્ચે પોરબંદરમાં તંત્ર નિષ્ક્રીય સાબિત થયું છે. મહાના સંકટ વચ્ચે માધવપુર બીચ પર દરિયામાં લોકો નાહી રહ્યા હોવાના દ્દશ્યો સામે આવી રહ્યા છે. અહીં બાળકો અને મહિલાઓ સહિતના સહેલાણીઓ જોવા મળી રહ્યા છે. તંત્ર એક બાજુ મહા વાવાઝોડા સામે બાથ ભીડવા માટે તૈયાર છે, ત્યારે બીજી બાજુ લોકોને કોઈએ ન રોક્યા હોવાનો સહેલાણીઓ દાવો કરી રહ્યા છે. માધવપુરમાં લોકોને સચેત કરાયાનો પ્રાંત અધિકારીનો દાવો છે.

રાજકોટમાં 40 જેટલા ગામોને કરાયા સતર્ક
રાજકોટમાં પણ મહા વાવાઝોડાને કારણે જિલ્લા કલેક્ટર દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે. 40 જેટલા નિચાણવાળા ગામોને તકેદારી રાખવા તાકીદ કરવામાં આવ્યા છે. રાજકોટ જિલ્લામાં નગરપાલિકાની 6 ટીમ , મહાનગરપાલિકાની 8 ટીમ અને 2 NDRFની ટીમને સ્ટેન્ડ ટુ રાખવામાં આવશે. ચીફ સેક્રેટરી સાથે વિડિઓ કોંફરન્સ યોજી જિલ્લા કલેકટરે માહિતી આપી છે.

આ પણ જુઓ વીડિયો: રાજકોટમાં ભારત અને બાંગ્લાદેશ ટી-20 મેચ પર પ્રશ્નાર્થ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન