મહાભારતની એક રહસ્યમયી કથા જુઓ, વીડિયોમાં - Sandesh
  • Home
  • Videos
  • મહાભારતની એક રહસ્યમયી કથા જુઓ, વીડિયોમાં

મહાભારતની એક રહસ્યમયી કથા જુઓ, વીડિયોમાં

 | 5:21 pm IST

કૌરવો અને પાંડવો વચ્ચેના મતભેદને કારણે મહાભારતનું ભીષણ યુદ્વ થયુ, જેમાં કૌરવોને પરાસ્ત કરીને પાંડવોએ પોતાની વિજયગાથા લખી. મહાભારત એક એવું મહાકાવ્ય છે જે અનેક રોચક અને રસપ્રદ ઘટનાઓનો સમાવેશ છે. જેમ કે દ્રૌપદીના પાંચ ભાઈઓ સાથે વિવાહ, અને આ દૂર્લભ વિવાહની શરતો અને નિયમો આ ઉપરાંત અર્જુન અને કૃષ્ણનો સંબંધ, આજીવન બ્રહ્મચર્ય પાડનાર દેવવ્રતને ભીષ્મની ઉપાધિ મળવી, પાંચાલીનું ચિરહરણ.

ઉપરાંત મહાભારતમાં એવા પણ ઘટનાઓ બની જે ઘણી રહસ્યમયી પણ કહી શકાય છે. જેમ કે ગાંધાર નરેશ શકુનીનો પ્રતિશોધ, ભીષ્મને મળેલું ઈચ્છામૃત્યુનુ વરદાન, શાંતનું રાજાના પવિત્ર ગંગા સાથે વિવાહ, અંબા અને શીખંડીનુ જીવન વગેરે. જે લોકોએ મહાભારતની પઠન કે શ્રવણ કર્યુ છે તેઓ આ તમામ રહસ્યોથી જાણકાર હશે.

પંરતુ આજે એક એવી કથા આપને જણાવીશું જેનાથી મોટાભાગના લોકો અવગત નહિ હોય. મહાભારતનું યુદ્વ તેના અંતિમ ચરણમાં હતુ. પૂર્વજન્મમાં અંબા રહેલા શ્રીખંડીનીએ પ્રતિજ્ઞા પૂરી થઇ જેમાં તે ભીષ્મના મૃત્યુનું કારણ બનવા માંગતી હતી. શીંખડીના પોતાની આગળ રાખી અર્જુને પોતાના બાણોથી ભીષ્મનો વધ કર્યો હતો. ભીષ્મના ઈચ્છામૃત્યુના વરદાનને કારણે સ્વયં યમરાજ પણ તેમના પ્રાણ લઈ નહોતા શકતા. યુદ્વના અંતિમ ચરણમાં બાણશૈયા પર હજી ભીષ્મ પિતામહ જીવીત હતાં.

યુદ્વના નિયમો મુજબ સૂર્યાસ્ત પછી યુદ્વ બંધ કરવામાં આવતુ. આ સમયે તમામ પરિવારજનો અને શુભચિંતકો ભીષ્મની બાણશૈયા સમક્ષ એકત્ર થતા. યુદ્વ પૂર્ણ થવાની રાહ જોતા ભીષ્મ પિતામહની વાત સૌ કોઈ ધ્યાનથી સાંભળતા, પરંતુ આવા ગંભીર વાતાવરણમાં ત્યાં ઉપસ્થિત દ્રૌપદી અચાનક હસવા લાગી. દ્રૌપદીના હાસ્યને કારણે ભીષ્મ સહિત સૌ કોઈ તેના સામે ક્રોધ અને અચંબાથી જોવા લાગ્યા. ક્રોધિત ભીષ્મ પિતામહે કહ્યું કે દ્રૌપદી તું પાંચાલ નરેશની પુત્રી અને હસ્તિનાપુરની પુત્રવધુ છે. તું એક સન્માનનીય પરિવારની સભ્ય છે આ રીતે હસવુ તને શોભતુ નથી.

ભીષ્મ પિતામહના ક્રોધતી શબ્દો સાંભળી દ્રૌપદીએ કહ્યું, આપે મારા હસવાનુ કારણ જાણ્યા વિના ક્રોધ ન કરવો જાઈએ. ભીષ્મે કહ્યું, તો તારા આમ હસવાનું કારણ શું છે? ત્યારે દ્રૌપદીએ જે કહ્યું તે ઘણી જ સંવેદનશીલ વાત હતી. દ્રૌપદીએ ભીષ્મને એ સમય યાદ કરાવ્યો જ્યારે ભર્યા દરબારમાં કૌરવો દ્વારા તેનુ ચિરહરણ થયુ હતુ. તે મદદ માટે પોકાર કરતી રહી, એ સમયે સમગ્ર પરિવારના તમામ સભ્યો ત્યાં ઉપસ્થિત હતાં.

ધૃતરાષ્ટ્ર અને ભીષ્મ પિતામહ એ ઘટનાના સાક્ષી હતા, પરંતુ કૌરવોના આ કૃત્યનો કોઈએ વિરોધ નહોતો કર્યો. તેથી એત્યારે દ્રૌપદીનો ક્રોધ હાસ્યના રૂપમાં સામે આવ્યો, જ્યારે ભીષ્મ પિતામહ બાણશૈયા પર સૂતા હતાં. દ્રૌપદીએ કહ્યું કે જ્યારે મારૂ ચિરહરણ થઇ રહ્યું હતું ત્યારે તો આપના મુખેથી એક પણ શબ્દ નહોતો નીકળ્યો, અને આજે આ પીડાદાયક સ્થિતિમાં પણ આપ પ્રવચન આપી રહ્યા છો. વાત સાંભળી ભીષ્મને પોતાની ભૂલ સમજી માફી માંગી. જેમણે કહ્યું, પુત્રી, હું તે સમયે એટલા માટે મૌન હતો કારણ કે તે સમયે હું કૌરવોનું અન્ન ખાતો હતો. જેનું અન્ન ખાઇએ તેનો વિરોધ કરવો યોગ્ય નથી. ધૃતરાષ્ટ્ર અને દૂર્યોધન જેવા અધર્મી લોકોના અન્ને કારણે મારી વાણી મૌન થઈ ગઈ હતી. તેથી મેં તારા ચિરહરણનો વિરોધ નહોતો કર્યો. તેમણે કહ્યું ક્યારેક કોઇ અપરાધી,પાપી કે અધર્મી વ્યક્તિનો સાથ ના આપવો જોઈએ. આવા લોકોની સંગતથી આપના ચરિત્રનો પણ નાશ થાય છે.