Mahadev did breastfeeding in the form of a newborn baby, know secret behind Shiva
  • Home
  • Featured
  • મહાદેવે નવજાત બાળકનું સ્વરૂપ લઇને કર્યું હતું સ્તનપાન, જાણો શિવજીની લીલા પાછળનું રહસ્ય

મહાદેવે નવજાત બાળકનું સ્વરૂપ લઇને કર્યું હતું સ્તનપાન, જાણો શિવજીની લીલા પાછળનું રહસ્ય

 | 8:48 am IST

પ્રાચીન કાળથી દેવો અને દાનવો વચ્ચે ધર્મ અધર્મનું યુદ્ધ થતુ આવ્યુ છે. ત્યારે ધર્મની રક્ષા કાજે પરમાત્મા સહાય કરે છે. એવી જ એક રોચક કથા આપને જણાવીશુ જેમાં મહાદેવે નવજાત બાળકનું સ્વરૂપ લીધુ અને ક્રોધિત દેવીનું સ્તનપાન કર્યુ. શિવજીની લીલા પાછળ શું રહસ્ય છે, આવો જાણીએ આ સુંદર કથા દ્વારા

દારુક નામના એક અસુરે તપસ્યાથી વરદાન પ્રાપ્ત કર્યુ, વરદાનના પ્રભાવથી અજેય બની ગયો. પરંતુ શક્તિના અહંકારને કારણે તે દેવો અને ઋષિઓ પર દમન ગુજારવા લાગ્યો. આખરે દેવરાજ ઈઙ્મદ્ર સહિત તમામ દેવો બ્રહ્માજી સમક્ષ પ્રાર્થના કરે છે હે પ્રભુ દારુકનો વધ એક સ્ત્રી દ્વારા જ થશે, માટે આપ સંસારને દારુકના અત્યાચારથી રક્ષો. બ્રહ્મા સહિત અન્ય દેવતા પણ સ્ત્રીનું રુપ ધારણ કરીને આ દૈત્ય સાથે લડવા માટે ગયા. પરંતુ દારુક સામે કોઈ વિજયી ન થઈ શક્યુ. આખરે બ્રહ્માજી સહિત દેવો મહાદેવની શરણમાં જઈ પ્રાર્થના કરે છે હે ભગવંત આ દૈત્યનો વધ એક સ્ત્રી દ્રારા જ થશે. આવામાં માત્ર આપ જ અમારી રક્ષા કરો. ત્યારે મહાદેવે દેવી પાર્વતીને કહ્યુ કે હે ક્લ્યાણી, જગતના હિત માટે દારુક જેવા અસુરના વધ આપના દ્વારા થાય તેવી હુ પ્રાર્થના કરુ છુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન