Maharani of Vadodara is saddened by the brutal rape incident in Uttar Pradesh
  • Home
  • Gujarat
  • ઉત્તરપ્રદેશ પાશવી બળાત્કારની ઘટનાથી વડોદરાના મહારાણી થયા દુ:ખી, જાણો શું કહ્યું?

ઉત્તરપ્રદેશ પાશવી બળાત્કારની ઘટનાથી વડોદરાના મહારાણી થયા દુ:ખી, જાણો શું કહ્યું?

 | 3:25 pm IST

ઉત્તરપ્રદેશના હાથરસમાં 14મી સપ્ટેમ્બરના રોજ 4 નરાધમોના પાશવી બળાત્કાર અને ક્રૂર હિંસાનો ભોગ બનેલી 20 વર્ષીય દલિત મહિલા બુધવારે દિલ્હીની સફદરજંગ હોસ્પિટલ ખાતે મોત સામેનો જંગ હારી ગઇ હતી. 2012ના નિર્ભયા ગેંગરેપની જઘન્ય યાદોને તાજી કરતી આ ઘટનામાં દલિત બળાત્કાર પીડિતા સાથે આરોપીઓએ દુષ્કર્મ આચરી અમાનવીય અત્યાચાર ગુજાર્યો હતો. યુવતીની જીભ કપાઇ ગઇ હતી. તેના શરીરમાં સંખ્યાબંધ ફ્રેક્ચર હતાં અને આ ઘટના બાદ ગરદનમાં થયેલી ઇજાના કારણે લકવો મારી ગયો હતો.

આ ઘટનાનાં પડઘા આખા દેશમાં પડ્યા છે. લોકોનો આક્રોશ સોશિયલ મીડિયામાં ફાટી નિકળ્યો છે અને આ જઘન્ય અપરાધ માટે લોકો આરોપીઓને સખત સજા આપવાની માંગ કરી રહ્યા છે. આ દરમિયાન વડોદરાના મહારાણી રાધિકારાજે ગાયકવાડ પણ પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે.

મહારાણી રાધિકારાજ ગાયકવાડે પોતાના આક્રોશ સોશિયલ મીડિયા મારફતે વ્યક્ત કરતા કહ્યું છે કે, પીડિત યુવતીનું મોત થતા દેશભરમાં આક્રોશ છે. આવી ઘટનાથી પોતાની જાતને માનવી કહેવાની શરમ આવે છે. આવા ઘણા બળાત્કારના કિસ્સાઓ બને છે જે ચોપડે નોંધાતા નથી.”

પોલીસે પાંચ દિવસ પછી બળાત્કારની ફરિયાદ નોંધી

યુવતીના ભાઇએ જણાવ્યું હતું કે, પોલીસે પહેલાં તો ફરિયાદ લેવાની જ ના પાડી દીધી હતી. પરંતુ ભારે જનાક્રોશના પગલે પોલીસે પાંચ દિવસ પછી તપાસ શરૂ કરી હતી. પહેલાં તો પોલીસે હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધી હતી. મારી બહેનના નિવેદન બાદ પોલીસે બળાત્કારની ફરિયાદ નોંધી હતી. આટલું ઓછું હોય તેમ અલીગઢના પોલીસ વડા પિયૂષ મોરડિયાએ મંગળવારે જણાવ્યું હતું કે, યુવતી પર બળાત્કાર થયાના આરોપોને મેડિકલ ચકાસણીમાં સમર્થન મળી રહ્યું નથી. અમે ફોરેન્સિક રિપોર્ટની માગ કરી છે.

આ વીડિયો પણ જુઓ : બાબરી મસ્જિદ ધ્વસ્ત કેસમાં મોટો ચુકાદો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન