ભડકેલી હિંસા બાદ આંબેડકરના પ્રપૌત્ર પ્રકાશ આંબેડકરે મહારાષ્ટ્ર બંધ પરત લીધું - Sandesh
NIFTY 10,480.60 +21.95  |  SENSEX 34,192.65 +91.52  |  USD 65.2025 -0.05
1.6M
1M
1.7M
APPS
 • Home
 • India
 • ભડકેલી હિંસા બાદ આંબેડકરના પ્રપૌત્ર પ્રકાશ આંબેડકરે મહારાષ્ટ્ર બંધ પરત લીધું

ભડકેલી હિંસા બાદ આંબેડકરના પ્રપૌત્ર પ્રકાશ આંબેડકરે મહારાષ્ટ્ર બંધ પરત લીધું

 | 9:19 am IST

ભીમા-કોરેગાંવની લડાઈની વરસી પર ભડકેલી ચિનગારી આખા મહારાષ્ટ્રમાં પળવારમાં ફેલાયી હતી. પૂણેથી શરૂઆત થયા બાદ ધીરે ધીરે સમગ્ર રાજ્યમા તેની જ્વાળાઓ ફેલાઈ હતી. રાજ્ય સરકારે આ મામલે ન્યાયિક તપાસના આદેશ આપ્યા છે. હિંસાની વિરુદ્ધ બુધવારે અનેક સંગઠનોએ મહારાષ્ટ્ર બંધની જાહેરાત કરી હતી. આ મામલો સંસદમાં પણ ઉઠ્યો હતો. લોકસભામાં મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, આ ઘટના ફૂટ નાખવાનું પરિણામ છે. શ્રદ્ધાજલિ કાર્યક્રમને લઈને વિવાદ થવુ દુર્ભાગ્યપૂર્ણ બાબત છે. એક્ટિવિસ્ટ અને બી.આર.આંબેડકરના પ્રપૌત્ર પ્રકાશ આંબેડકેરે મહારાષ્ટ્ર બંધને પરત ખેંચ્યું છે.

પ્રકાશ આંબેડકરે મહારાષ્ટ્ર બંધને પરત લેવાની જાહેરાત કરી છે. તેમણે બંધ સફળ રહેવાનો પણ દાવો કર્યો છે. આ આંદોલનમાં એક વ્યક્તિના મોતના સમાચાર પણ સામે આવ્યા હતા. જે અંગે ખુલાસો કરતા મહારાષ્ટ્ર સરંકારના મંત્રી દીપક કેસરકરે જણાવ્યું કે, કોઈ પણ દલિત વ્યક્તિનું મોત થયું નથી. સોશિયલ મીડિયા પર ખોટો સંદેશો ફેલાવાઈ ર્હયો છે, તેથી લોકોએ સતર્ક રહેવું પડેશે.

ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્ર બંધની અસર મુંબઈના ફેમસ ડબ્બાવાળાઓને પણ પડી હતી, તેમણે પણ પોતાની સર્વિસ બંધ રાખી હતી. બુધવારે અંદાજે 40,000 સ્કૂલોનું બસ સંચાલન બંધ રહ્યું હતું. મહારાષ્ટ્ર બંધની અસર ગુજરાતમાં પણ દેખાવા લાગી હતી. ગુજરાતના વાપીમાં આજે દલિત સેનાએ હાઈવે જામ કર્યો હતો. દલિત સેનાએ ટાયર પણ બાળ્યા હતા.

લાઈવ અપડેટ્સ….

 • પ્રદર્શનકારીઓએ ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર ચક્કાજામ કર્યું.

 • દલિત પ્રદર્શનકારીઓએ કાંદિવલીના વેસ્ટર્ન સબર્બનો આખો આકૃલી રોડ બ્લોક કર્યો.

 • મુંબઈમાં અત્યાર સુધી 15 બેસ્ટ બસને નુકશાન પહોંચાડવામાં આવ્યું. મુંબઈમાં પ્રદર્શનકારીઓ જબરદસ્તીથી દુકાનો બંધ કરાવી રહ્યા છે.

 • ઘાટકોપર મેટ્રો સ્ટેશન પર પહોંચેલા પ્રદર્શનકારીઓથી મેટ્રો સર્વિસ પ્રભાવિત થઈ
 •  ઠાણે રેલવે સ્ટેશનની બહાર આપીઆઈ આંબેડકર પાર્ટીના કાર્યકર્તાઓનું પ્રદર્શન, અંદાજે 500થી વધુ લોકો હાજર

 • એનસીપી નેતા પ્રફુલ્લ પટેલે કહ્યું કે, ભીમા કોરેગાંવમાં જે પણ થયું છે, તે હવે સરકારની જવાબદારી છે. સરકારને ખબર હતી. લાખો લાખો ત્યાં જમા થઈ રહ્યા છે, અને તેમને કોઈપણ રીતે હેન્ડલ કરવું તે સરકારની જવાબદારી છે, જેમાં સરકાર અસફળ રહી છે. આ મામલાને રાજ્યસભામાં ઉઠાવીશું.

 • મુંબઈ પોલીસે ટ્રાફિકનું એડવાઈઝરી જાહેર કર્યું. કાંદિવલી, જોગેશ્વરી, વિકરોલીમાં ટ્રાફિક પર અસર
 • હિંસાને રોકવા માટે રાજ્ય રિઝર્વ પોલીસ ફોર્સની 30 કંપનીઓ તૈનાત કરાઈ.

 • બુલઢાણામાં અનેક જગ્યાઓએ બસોમાં તોડફોડ, યાતાયાત ઠપ. અનેક જગ્યાઓએ ધરણા-પ્રદર્શન ચાલુ
 • અકોલામાં સરકારી બસો બંધ કરાઈ

 • ચંદ્રપુરના બલ્લારપુરમાં બસોમાં તોડફોડ કરાઈ
 • ઓરંગાબાદમાં ઈન્ટરનેટ સર્વિસ બંધ કરાઈ

 • પૂણેમાં અનેક સ્કૂલો બંધ કરાવાઈ. ક્લાસ નહિ ચાલે, સ્ટાફ અને ટીચર્સને આવવાનું કહેવાયું છે.
 • મુંબઈ પોલીસે હિંસાના મામલે 9 લોકોની વિરુદ્ધ કેસ દાખલ કર્યો, 100ની અટકાયત કરાઈ
 • પાલઘરમા બસ સેવા સમગ્ર રીતે ઠપ. પાલઘર રેલવે સ્ટેશનની કેન્ટીન બંધ

આ મામલે મળતી માહિતીનુસાર પુણે, મુંબઈ ઉપરાંત મંગળવારના રોજ મહારાષ્ટ્રના અલાવા, હડપસર તેમજ ફુરસંગીમાં પણ બસ પર પથ્થરમારો, આગચંપીની ઘટનાઓ બની હતી. આ હિંસામાં મહારાષ્ટ્ર પરિવહનની 130થી વધુ બસોને નુકસાન પહોંચ્યું છે. હિંસાના બનાવોના કારણે ઓરંગાબાદ અને અહમદનગરની બસ સેવા પણ બંધ કરવામાં આવી છે. જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

વિરોધ પ્રદર્શનના કારણે મુંબઈના ઈસ્ટર્ન હાઈવે પર પણ કલાકો સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. મહારાષ્ટ્રના ઠાણેમાં હિંસાના માહોલ વચ્ચે 4 જાન્યુઆરી સુધી કલમ 144 લાગૂ કરી દેવામાં આવી છે. વિરોધ પ્રદર્શન કરતાં ટોળાએ ઠાણે રેલ્વે સ્ટેશન પર પહોંચી ટ્રેન પણ અટકાવી દીધી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે 1 જાન્યુઆરીના રોજ ભીમા-કોરેગાંવની લડાઈની 200મી વર્ષગાંઠ હતી. જેની ઊજવણી દરમિયાન દલિત સમુદાયના લોકો અને મરાઠા સંગઠનો આમનેસામને આવી ગયા હતા. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થતાં મહારાષ્ટ્રમાં હિંસા ફેલાવાની શરૂઆત થઈ હતી. આ મામલે 2 લોકો વિરુદ્ધ કેસ પણ નોંધાયો છે. હિંસા બાદ બાબા સાહેબ ભીમરાવ આંબેડકરના પૌત્રે બંધનું એલાન કર્યું છે.