biker arrested by Bhutan police after video of him climbing memorial stupa
  • Home
  • Videos
  • Featured Videos
  • ભારતના પ્રવાસીએ ભૂતાનમાં કર્યો એવો કાંડ કે ત્યાંની પોલીસ દોડતી થઈ ગઈ, જુઓ VIDEO

ભારતના પ્રવાસીએ ભૂતાનમાં કર્યો એવો કાંડ કે ત્યાંની પોલીસ દોડતી થઈ ગઈ, જુઓ VIDEO

 | 11:18 am IST

ભૂતાનની મુસાફરી કરી રહેલ ભારતનો એક બાઇકર જ્યારે ભૂતાનના ડોચુલા પાસની મુલાકાત લીધી હતી ત્યારે સ્થાનિક પરંપરાઓનો અનાદર કરવા બદલ પોલીસના નજરમાં આવ્યો હતો. મહારાષ્ટ્રના અભિજીત રતન હજારેએ 15 બાઇકરના કાફલા સાથે ભુતાન ગયો હતો. ત્યારે જૂથે ડોચુલા પાસ પર આરામ કર્યો હતો. ત્યારે જ રતન એક બોદ્ધ સ્તૂપની ટોચ પર ચઢી ગયો અને તેણે તેનો વીડિયો ઓનલાઈન વાયરલ કરી દીધો. જેના લીધે ભૂતાનની પોલીસમાં ગુસ્સો છે. તેને ભૂતાનના ડોલુચા સ્થિત નેશનલ મેમોરિયલ ચોર્ટન (બૌદ્ધ સ્તૂપ) ઉપર ઉભા રહીને ફોટા પડાવ્યા હતાં, જે સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતાં. આ ઘટનાથી સ્થાનિક લોકોની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી.

રતનનું આવું વર્તન કરવાની તસવીર ભૂતાનના અખબાર દ્વારા ટ્વિટર પર શેર કરવામાં આવી છે. નેટીઝેન્સે અભિજીતના આવા વર્તનને અનાદરજનક ગણાવ્યું હતું. ત્યારબાદ તેને અધિકારીઓ દ્વારા કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. રતનનો એક બીજો વીડિયો પણ ટ્વિટર પર પણ અપલોડ કરવામાં આવ્યો છે. જેમાં એમ કહેવામાં આવ્યું હતું કે તેણે હવે લેખિતમાં માફી માંગ્યા બાદ પોલીસે તેને છોડી દીધો હતો. તો જુઓ આ વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન