Maharashtra CM Chief Uddhav Thackeray Speaks Over Citizenship Amendment Bill
  • Home
  • Featured
  • કોંગ્રેસના દબાણમાં આવી ઉદ્ધવ ઠાકરેએ મારી અચાનક ગુંલાટ! નાગરિકતા બિલને લઈ કરી આ માંગ

કોંગ્રેસના દબાણમાં આવી ઉદ્ધવ ઠાકરેએ મારી અચાનક ગુંલાટ! નાગરિકતા બિલને લઈ કરી આ માંગ

 | 5:03 pm IST

નાગરિકતા સંશોધન બિલ (CAB)ને લઈને શિવસેના સતત વાનર ગુંલાટ મારી રહી છે. લોકસભામાં બિલનું ખુલ્લેઆમ સમર્થન કર્યા બાદ હવે શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું છે કે, જ્યાં સુધી બિલને લઈને તમામ બાબતો સ્પષ્ટ ના થઈ જાય ત્યાં સુધી અમે તેનું સમર્થન નહીં કરીએ.

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ટ્વિટ કરી રહ્યું હતું કે, જે કોઈ પણ આ બિલનું સમર્થન કરી રહ્યું છે તે દેશના માળખા પર હુમલા કરી રહ્યાં છે. ત્યાર બાદ જ શિવસેનાનું વલણ અચાનક બદલી ગયું હતું.

ઉદ્ધવ ઠાકરેની સૂરાવલીઓ અચાનક બદલાઈ ગઈ છે. તેમણે હવે કહ્યું છે કે, જ્યાં સુધી બિલને લઈને કોઈ સ્પષ્ટતા નહીં થાય ત્યાં સુધી અમે તેનું સમર્થન નહીં કરીએ. જો કોઈ પણ નાગરિક આ બિલને લઈને ડરેલો છે તો તેની શંકા દૂર કરવામાં આવે. તેઓ આપણ નાગરિકો છે માટે તેમના સવાલોનો પણ જવાબ આપવો જોઈએ. શિવસેના નેતા સંજય રાઉતે પણ કહ્યું હતું કે, ગઈ કાલે લોકસભામાં જે થયું તેને ભૂલી જાવ. રાઉતનું આ નિવેદન સ્પષ્ટ પણે રાહુલ ગાંધીના નિવેદન બાદ દબાણ હેઠળ દેવાયુ હોય તેમ દર્શાવે છે.

જે સહમત નથી તે દેશદ્રોહી

ભાજપ પર આકરા પ્રહાર કરતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, આ એક ભ્રમ છે કે જે સહમત નથી તે દેશદ્રોહી છે. અમે નાગરિકતા સંશોધન બિલમાં કેટલાક ફેરફાર સુઝવ્યા છે. અમે આ મામલે રાજ્યસભામાં વિસ્તૃત ચર્ચા ઈચ્છીએ છીએ, જેનાથી કેટલીક બાબતો વધારે સ્પષ્ટ થઈ શકે. આ એક ભ્રમ છે કે ભાજપ જ એકમાત્ર એવી પાર્ટી છે જે દેશની ચિંતા કરે છે.

ઉદ્ધવ ઠાકરેના આ નિવેદનને રાહુલ ગાંધીના ટ્વિટ સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં કોંગ્રેસ સાથે મળીને સરકાર ચલાવનારી શિવસેનાએ આ મામલે યુટર્ન લીધો હોવાનું માનવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન