Maharashtra CM Devendra Fadnavis Meeting with Party Senior Leaders
  • Home
  • Assembly Election
  • સરકાર રચવાને લઈને ભાજપે ઘડ્યો પ્લાન, શિવસેનાની નારાજગીનું કારણ આવ્યું સામે

સરકાર રચવાને લઈને ભાજપે ઘડ્યો પ્લાન, શિવસેનાની નારાજગીનું કારણ આવ્યું સામે

 | 5:10 pm IST

મહારાષ્ટ્રમાં સરકાર રચવાને લઈને કોકડુઉ ઉકેલાવવાનું નામ નથી લઈ રહ્યું છે. શિવસેના તેની મમત છોડવા તૈયાર નથી તો ભાજપ કોઈ કાળે ઝુકવા તૈયાર નથી. સોમવારે અમિત શાહ સાથે મુલાકાત બાદ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પાર્ટીની કોર કમિટીના નેતાઓ સાથે બેઠક કરી રહ્યાં હતાં. જેમાં ફડણવીસ ઉપરાંત ચંદ્રકાંત પાટિલ, સુધીર મુનગંટીવાર, ગિરિશ મહાજન, પંકજા મુંડે અને વી સતીષ હાજર હતાં.

આ બેઠકમાં નિર્ણય લેવાયો છે કે, ભાજપ અલ્પમતમાં એકલા હાથે સરકાર બનાવવાનો દાવો પહેલા રજુ કરશે નહીં તેમ સૂત્રોનું કહેવું છે. ભાજપના સૂત્રોના જણાવ્યાં મુજબ ભાજપ શિવસેનાના સમર્થન આપવાની સ્થિતિ સ્પષ્ટ ન થાય ત્યાં સુધી પોતે દાવો રજુ કરશે નહીં. મહારાષ્ટ્ર ભાજપને વેઈટ એન્ડ વોચની રણનીતિ અપનાવવાની હાઈકમાન્ડ તરફથી સૂચના અપાઈ છે.

સૂત્રોના જણાવ્યાં મુજબ ભાજપ અધ્યક્ષ અમિત શાહ મહારાષ્ટ્રમાં સીએમ અને ગૃહ મંત્રીની ખુરશીને છોડીને બાકીના પદો પર ફિફ્ટી-ફિફ્ટીના ફોર્મ્યુલા પર શિવસેના સાથે વાત કરવાના પક્ષમાં છે. શિવસેનાને 18 મંત્રી પદ પણ આપવાની ભાજપની તૈયારી છે. પણ સીએમ અને ગૃહમંત્રલાય નહીં.

એટલે પણ ભાજપથી નારાજ છે શિવસેના

શિવસેના તરફથી ઔપચારિક રીતે ભાજપ સાથે સરકાર બનાવવાને લઈને વાતચીત થઈ નથી. સૂત્રોના જણાવ્યાં મુજબ સીએમ પદની વહેંચણીની સાથે સાથે શિવસેના એ વાતથી પણ નારાજ છે કે હજુ સુધી ભાજપના કોઈ પણ મોટા નેતાએ આદિત્ય ઠાકરેને જીત પર શુભેચ્છા પાઠવવા ફોન સુદ્ધા કર્યો નથી. સીએમએ પરિણામવાળા દિવસે પણ ફક્ત પ્રેસ કોન્ફરન્સના ટાઈમિંગના ફેરફાર પર વાત કરી હતી. શિવસેનાને આશા હતી કે ઠાકરે પરિવારની પહેલી વ્યક્તિ ચૂંટણી જીત્યા બાદ ગઠબંધનના નેતાઓ અભિનંદન પાઠવશે પરંતુ એવું બન્યું નહીં. સાથે જ સરકાર રચવાને લઈને પણ ભાજપે હજી શિવસેનાને કોઈ જ ભાવ આપ્યો નથી. જેથી શિવસેનાનો ગુસ્સો સાતમા આસમાને છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન