Uddhav Thackeray we Will not Tolerate way Efforts being made to Finish or Shift Bollywood from Mumbai
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • સુશાંતના મોતની ઝાળથી ફફડી ઉઠ્યો ‘વાઘ’, બોલિવૂડને ખતમ કરવાને લઈને ઉદ્ધવની ખુલ્લી ધમકી

સુશાંતના મોતની ઝાળથી ફફડી ઉઠ્યો ‘વાઘ’, બોલિવૂડને ખતમ કરવાને લઈને ઉદ્ધવની ખુલ્લી ધમકી

 | 8:27 pm IST
  • Share

મુંબઈમાંથી બોલિવૂડ (Bollywood)ને હટાવવાની વાતને લઈને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી (Maharashtra CM) ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) બરાબરના ઉકળી ઉઠ્યાં હતાં. ઉદ્ધવ ઠાકરેએ ખુલ્લી ધમકી આપતા કહ્યું હતું કે, જો મુંબઈમાંથી બોલિવૂડને ખતમ કરવાનો કે તેને અન્યત્ર ખસેડવા માટે જે પ્રકારના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે તેને અમે કદાપી સાંખી નહીં લઈએ.

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા સુશાંત સિંહ રાજપુત (Sushant Singh Rajput)ના મોતના કેસ બાદ CBI, ED અને NCB સહિતની કેન્દ્રીય એજન્સીઓને તપાસ સોંપવામાં આવી હતી. જેમાં અનેક બોલિવૂડ અભિનેતા-અભિનેત્રીઓ ઝપટમાં આવ્યા હતાં. ત્યાર બાદ બોલિવૂડમાં રહેલી બદીઓ દૂર કરવા તેને મુંબઈથી અન્યત્ર ખસેડવાની માંગણી ઉઠવા પામી છે. ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે તો પોતાના રાજ્યમાં ફિલ્મ સિટી ઉભી કરવા યુદ્ધના ધોરણે કામ પણ હાથ ધરી દીધું છે. યોગીએ તત્કાળ 5 હજાર એકર જમીન અને આંતરરાષ્ટ્રીય કક્ષાના એરપોર્ટ માટે જમીન પણ ફાળવી દીધી છે. 

મુંબઈના મહત્વ વિષે જણાવતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, મુંબઈ ના માત્ર ભારતની આર્થિક રાજધાની છે પણ સાંસ્કૃતિક રાજધાની પણ છે. બોલિવૂડ અને સિનેમા મોટી સંખ્યામાં લોકો માટે રોજગારી ઉભી કરે છે. તેમણે કહ્યું હતું કે, બોલિવૂડ પોતાના સિનેમા માટે દુનિયાભરમાં ખુબ જ જાણિતું છે અને હોલિવૂડ ફિલ્મોની માફક જ શાનદાર અને સારી ફિલ્મો બનાવે છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી જોવા મળે છે કે, એક નિશ્ચિત વર્ગના લોકો તેને બદનામ કરવાનો પ્રયાસ કરે છે, જે ખુબ જ દુર્ભાગ્યપૂર્ણ અને પીડાદાયક છે.

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આજે ગુરૂવારે મલ્ટીપ્લેક્સ અને સિનેમા થિયેટરોના માલિકો સાથે વીડિયો કોન્ફરન્સિંગ દરમિયાન આ ટિપ્પણી કરી હતી. સાથે જ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ થિયેટર માલિકોને આશ્વાસન પણ આપ્યું હતું કે, રાજ્ય સરકાર જલ્દી મલ્ટિપ્લેક્સ અને સિનેમાઘરોને ફરીથી ખોલવા એસઓપી પર કામ કરી રહી છે.

બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીને મુંબઈની બહાર ખસેડવાના મામલે કહ્યું હતું કે, જો મુંબઈમાંથી બોલિવૂડને ખતમ કરવાનો કે તેને અન્યત્ર ખસેડવા માટે જે પ્રકારના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે તેને અમે કદાપી સાંખી નહીં લઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન