Maharashtra : Common Minimum Program Shiv Sena-NCP And Congress
  • Home
  • Assembly Election
  • સરકાર રચવા એટલે દિવસરાત એક કરી રહ્યાં છે શિવસેના-કોંગ્રેસ-NCP, કારણ આવ્યું સામે

સરકાર રચવા એટલે દિવસરાત એક કરી રહ્યાં છે શિવસેના-કોંગ્રેસ-NCP, કારણ આવ્યું સામે

 | 10:48 pm IST

મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન વચ્ચે મુખ્ય ત્રણ રાજકીય પક્ષો વચ્ચે સરકાર રચવા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. શિવસેના-એનસીપી અને કોંગ્રેસ મળીને જેમ બને તેમ જલદી રાજ્યમાં સરકાર રચવા માંગે છે અને તેના માટે ત્રણેય પક્ષો વચ્ચે સતત વાતચીત ચાલી રહી છે. ત્રણેય પાર્ટીઓ વચ્ચે મને-કમને પણ કોમન મિનિમમ પ્રોગ્રામને પણ આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. આ ત્રણેય પક્ષો દ્વારા સરકાર રચવાની ઉતાવળ પાછળ ભાજપનો ફફડાટ હોવાનું જાણવા મળ્યું છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે શિવસેના અને કોંગ્રેસ ઈચ્છે છે કે, આ મામલે જેમ બને તેમ જલદીથી નિર્ણય લેવામાં આવે. કારણ કે તેમના ધારાસભ્યોને લઈને ડર છે. ધારાસભ્યોનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે અને એટલે જ રાજકીય પક્ષોમાં પોતાના ધારાસભ્યોને લઈને ફફડાટ છે.

તદ્દન વિરોધાભાસી વિચારધારા અને સિદ્ધાંત ધરાવતી શિવસેના-એનસીપી-કોંગ્રેસનું કહેવું છે કે, સરકાર માત્રને માત્ર કોમન મિનિમમ પ્રોગ્રામ પર ચાલશે ના કે વિચારધારાઓ પર. કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા પ્રમાણે શિવસેનાની હિંદુત્વવાદી વિચારધારાથી પાર્ટીને કોઈ જ વાંધો નથી.

ઘોષણાપત્ર પર આધારીત છે સીએમપી

સૂત્રોના જણાવ્યા પ્રમાણે સીએમપી ત્રણેય પક્ષો શિવસેના, કોંગ્રેસ અને એનસીપીના ચૂંટણી ઢંઢેરા પર આધારીત છે. એનસીપી અને કોંગ્રેસના ઘોષણાપત્રમાં જે પણ વાતો છે તેને શિવસેના સ્વિકારશે. કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા પ્રમાણે ત્રણેય પક્ષ સરકાર બનાવવાને લઈને ખુબ જ ગંભીર છે અને ઈચ્છે છે કે આ મામલે જેમ બને તેમ જલ્દીથી કોરી નિર્ણય લેવાય.

કોંગ્રેસ પોતાના ધારાભ્યોને લઈને ખુબ જ ચિંતિત છે. પાર્ટી છોડવા માટે તેમનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે. રસપ્રદ વાત એ છે કે, એનસીપી ચીફ શરદ પવારને સંપૂર્ણ વિશ્વાસ છે કે, તેમની પાર્ટીનો કોઈ પણ ધારાસભ્ય પાર્ટી નહીં છોડે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન