Maharashtra government bans sale of Patanjali's Caroline tablet
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • પતંજલિની મુશ્કેલીઓ વધી, આ રાજ્યએ કોરોલિન ટેબલેટના વેચાણ પર લગાવ્યો પ્રતિબંધ

પતંજલિની મુશ્કેલીઓ વધી, આ રાજ્યએ કોરોલિન ટેબલેટના વેચાણ પર લગાવ્યો પ્રતિબંધ

 | 7:53 pm IST
  • Share

પતંજલિ (Patanjali)ની કોરોનિલ ટેબલેટ (Coronil)ને લઇ વિવાદ આથમવાનું નામ નથી લઇ રહ્યો. હવે મહારાષ્ટ્ર સરકારે તેના વેચાણ પર પ્રતિબંધ લાદી દીધો છે. મહારાષ્ટ્ર સરકારના ગૃહ મંત્રી અનિલ દેશમુખ (Anil Deshmukh)એ 23 ફેબ્રુઆરી મંગળવારના રોજ કહ્યું કે, પતંજલિને કોરોનિલ ટેબલેટના વેચાણ માટે મહારાષ્ટ્રમાં WHO, IMA અને અન્ય સંબંધિત સક્ષમ સ્વાસ્થ્ય સંસ્થા પાસેથી યોગ્ય પ્રમાણિકરણ વગર અનુમતિ આપવામાં આવશે નહીં.

અનિલ દેશમુખે પોતાના આધાકારિક ટ્વીટર હેન્ડલથી ટ્વીટ કરી કહ્યું,’કોરોનિલના તથાકથિત પરીક્ષણ પર IMAએ સવાલો ઉઠાવ્યા છે અને WHOએ કોવિડના ઉપચાર માટે પતંજલિ આયુર્વેદને કોઇ પણ પ્રકારની સ્વીકૃતિ આપવાથી ઇન્કાર કરી દીધો છે. આવામાં ઉતાવળમાં કોઇ પણ દવાને ઉપલબ્ધ કરાવી અને બે વરિષ્ઠ મંત્રીઓ દ્વારા તેના વખાણ કરવા યોગ્ય નથી.’

આ પહેલા પતંજલિની કોરોનિલ ટેબલેટને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા પ્રમાણપત્ર મળવાની વાતને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA)એ ખોટી ગણાવી હતી અને આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષ વર્ધન પાસે આ બાબતે સ્પષ્ટીકરણની માંગ કરી હતી. પતંજલિનો દાવો છે કે, કોરોનિલ કોવિડ-19ના દર્દીઓને ઠીક કરી શકે છે અને સાક્ષ્યોના આધારે તેની પુષ્ટી કરવામાં આવી છે. ત્યાં જ WHOએ સ્પષ્ટ કર્યું છે કે, કોઇ પણ પારંપરિક ઔષધિને કોવિડ-19ના ઉપચાર તરીકે પ્રમાણિત કરી નથી.

પતંજલિનો દાવો, પછી સ્પષ્ટતા

યોગ ગુરૂ રામદેવ (Baba Ramdev)ના પતંજલિ આયુર્વેદે 19 ફેબ્રુઆરીએ કહ્યું હતું કે WHOની પ્રમાણન યોજના અંતર્ગત કોરોલિન ટેબલેટને આયુષ મંત્રાલય તરફથી કોવિડ-19 ઉપચાર માટે મદદરૂપ ઔષધિ તરીકે પ્રમાણપત્ર મળ્યું છે. જોકે પતંજલિના મેનેજિંગ ડાયરેક્ટર ચાચાર્ય બાલકૃષ્ણએ બાદમાં ટ્વીટ કરીને ચોખવટ કરી હતી કે અને કહ્યું હતું,’અમે એ સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે ડબલ્યૂએચઓ કોરોલિન માટે અમારૂં ડબલ્યૂએચઓ અનુપાલન સીઓપીપી પ્રમાણપત્ર ડીજીસીઆઇ, ભારત સરકાર તરફથી જારી કરવામાં આવ્યું છે. એ સ્પષ્ટ છે કે ડબલ્યૂએચઓ તરફથી કોઇ દવાને મંજૂરી આપી નથી. ડબલ્યૂએચઓ વિશ્વમાં તમામ લોકોના સારા ભવિષ્ય માટે કામ કરી રહ્યું છે.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન