Maharashtra Government Formation : Congress Demand DyCM Post
  • Home
  • Assembly Election
  • મહારાષ્ટ્રમાં સરકાર રચવા સધાઈ સહમતિ પરંતુ કોંગ્રેસે શિવસેના-NCP સમક્ષ મુકી આકરી માંગ!

મહારાષ્ટ્રમાં સરકાર રચવા સધાઈ સહમતિ પરંતુ કોંગ્રેસે શિવસેના-NCP સમક્ષ મુકી આકરી માંગ!

 | 6:08 pm IST

મહારાષ્ટ્રમાં શિવસેના-કોંગ્રેસ-એનસીપી વચ્ચે સરકાર રચવાને અલીને સહમતિ બની ચુકી છે અને હવે બંને પક્ષો વચ્ચે મંત્રાલયની ફાળવણીને લઈને વાતચીત ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે શિવસેનાને મુખ્યમંત્રી પદ સહિત 16 મંત્રાલય મળી શકે છે જેમાં 11 કેબિનેટ અને 5 રાજ્યમંત્રીનો શામેસ થાય છે.

જ્યારે એનસીપીના ભાગે ડેપ્યુટી સીએમ પદ આવી શકે છે. આ ઉપરાંત પણ 15 મંત્રાલય જેમાંથી 11 કેબિનેટ અને 4 રાજ્યમંત્રી પદ પણ આપવામાં આવી શકે છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે કોંગ્રેસને 12 મંત્રાલય મળી શકે છે. જેમાં 9 કેબિનેત અને 3 રાજ્યમંત્રી મળી શકે છે. જોકે કોંગ્રેસ પણ ઉપમુખ્યમંત્રી પદની માંગણી કરી રહી છે. માનવામાં આવે છે કે કોંગ્રેસને વિધાનસભામાં અધ્યક્ષ પદ પણ મળી શકે છે.  

મહારાષ્ટ્રમાં નવી સરકાર રચવાને લઈને અંતિમ તબક્કાની બેઠક ચાલી રહી છે. મુંબઈના વર્લી સ્થિત નેહરૂ સેંટરમાં કોંગ્રેસ, શિવસેના અને એનસીપીની બેઠક શરૂ થઈ ગઈ છે. આ બેઠકમાં શિવસેનાના મુખ્યમંત્રી પદને લઈને જાહેરાત થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ બેઠક બાદ સરકાર રચવાનો દાવો રજુ કરવા રાજ્યપાલ બીએસ કોશ્યારીને મળવા જઈ શકે છે.

એનસીપીના એક સૂત્રના જણાવ્યા પ્રમાણે ત્રણેય પાર્ટીઓના નેતાઓની બેઠક બાદ સરકાર રચવાને લઈને આજે સાંજે જ રાજ્યપાલ સાથે મુલાકાત કરી શકે છે.

આ બેઠકમાં ભાગ લેવા કોગ્રેસના નેતા અહેમદ પટેલ મલ્લિકાર્જુન ખડગે, પૃથ્વીરાજ ચવાણ, બાલાસાહેબ થોરાટ, શિવસેનાના નેતા સુભાષ દેસાઈ, એકનાથ શિંદે, એનસીપીના શરદ પવાર, જયંત પાટિલ અને પ્રફુલ પટેલ સહિતના વરિષ્ઠ નેતાઓ પહોંચ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન