Maharashtra Govt Formation LIVE: After Rejecting Sena's More Time Plea
  • Home
  • Assembly Election
  • રાજ્યપાલે શિવસેનાને આપ્યો ઝાટકો, સરકાર રચવા સમય આપવાનો ઈનકાર, રાષ્ટ્રપતિ શાસન!

રાજ્યપાલે શિવસેનાને આપ્યો ઝાટકો, સરકાર રચવા સમય આપવાનો ઈનકાર, રાષ્ટ્રપતિ શાસન!

 | 8:36 pm IST

મહારાષ્ટ્રમાં સરકાર રચવા એડીચોટીનું જોર લગાવી રહેલી કોંગ્રેસને જોરદાર ઝાટકો લાગ્યો છે. રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ શિવસેનાને સરકાર રચવાને લઈ વધારે સમય આપવાનો ઈનકાર કરી દીધો છે. મુલાકાત કર્યા બાદ શિવસેના નેતા આદિત્ય ઠાકરેએ કહ્યું છે કે, રાજ્યપાલ તરફથી વધારે સમય આપવાનો ઈનકાર કરી દેવાયો છે. 

મુલાકાત દરમિયાન આદિત્ય ઠાકરેએ રાજ્યપાલને કહ્યું હતું કે, અમારી અન્ય પાર્ટીઓ સાથે વાતચીત ચાલી રહી છે. જોકે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ શિવસેનાને 24 કલાકનો સમર્થન આપવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે.

મહારાષ્ટ્રમાં રાજકીય ડ્રામા વચ્ચે શિવસેનાએ એનસીપી અને કોંગ્રેસના સહારે રાજ્યપાલ સાથે મુલાકાત કરી હતી. શિવસેના તરફથી આદિત્ય ઠાકરે અને એકનાથ શિંદે રાજભવન પહોંચ્યા હતાં અને સરકાર રચવાને લઈને વાતચીત કરી હતી. રાજ્યપાલને મળ્યા બાદ શિવસેનાના આદિત્ય ઠાકરેએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમારો દાવો હજી સુધી ફગાવવામાં આવ્યો નથી. અમે રાજ્યપાલને મળીને કહ્યું છે કે, અમે રાજ્યમાં સરકાર રચવા માંગીએ છીએ.

આદિત્યએ કહ્યું હતું કે અમે રાજ્યપાલને એમ પણ જણાવ્યું છે કે, અમારી અન્ય પાર્ટીઓ સાથે વાતચીત ચાલી રહી છે. પાર્ટીઓ પાસેથી સમર્થન પત્ર મેળવવામાં થોડો સમય લાગી શકે છે.

રાજ્યપાલે શિવસેનાને સ્પષ્ટ કર્યો ઈનકાર

રાજ્યપાલ સાથેની મુલાકાત બાદ શિવસેનાના નેતા આદિત્ય ઠાકરેએ કહ્યું હતું કે, અમે રાજ્યપાલને કહ્યું હતું કે, શિવસેના સરકાર રચવાને લઈને તૈયાર છે. અમારી અન્ય પાર્ટીઓ સાથે વાતચીત ચાલી રહી છે. સમર્થન પત્ર મેળવવામાં થોડો સમય લાગી શકે છે. જેથી અમને થોડો સમય આપવામાં આવે. અમે રાજ્યપાલ પાસે 2 દિવસનો સમય માંગ્યો હતો. પરંતુ રાજ્યપાલે અમને સમય આપવાનો ઈનકાર કરી દીધો છે.

હવે આખો મુદ્દો રાજ્યપાલની ઝોળીમાં

હવે મહારાષ્ટ્રમાં સરકાર રચવાનો આખો મુદ્દો રાજ્યપાલની ઝોળીમાં છે. એવી પણ આશંકા સેવાઈ રહી છે કે, રાજ્યપાલ આજે રાત્રે જ મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લગાવી શકે છે. જોકે રાજભવન તરફથી શિવસેના દાવાને સંપૂર્ણ રીતે ફગાવવામાં આવ્યો નથી. શિવસેના જો સત્વરે સમર્થન પત્ર લઈને સરકાર રચવાનો દાવો રજુ કરો તો રાજ્યપાલ તેને તક આપી શકે છે.

આ વીડિયો પણ જુઓ : મહારાષ્ટ્રમાં શિવસેના સરકાર રચવાનો કરશે દાવો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન