Maharashtra is a Big State, It Can be With Anyone : Sanjay Raut
  • Home
  • Featured
  • શિવસેનાએ દેશભક્તિના લીરે લીરા ઉડાડ્યા, પૂર્વ નેવી અધિકારી મામલે રાઉતનું શરમજનક નિવેદન

શિવસેનાએ દેશભક્તિના લીરે લીરા ઉડાડ્યા, પૂર્વ નેવી અધિકારી મામલે રાઉતનું શરમજનક નિવેદન

 | 11:15 pm IST

મુંબઇમાં પૂર્વ નેવી અધિકારી મદન શર્મા પર કેટલાક શિવસૈનિકોએ કથિત હુમલો કર્યો હતો. આ હુમલાને લઈ શિવસેનાની ચારેકોર ભારે ટીકા થઈ રહી છે. શિવસેના નેતા સંજય રાઉતે આ મામલે લાજવાના બદલે ગાજ્યા હતાં. રાઉતે કહ્યું હતું કે, મહારાષ્ટ્ર એક મોટું રાજ્ય છે. આવું કોઇની પણ સાથે બની શકે છે.

રક્ષામંત્રી રાજનાથ સિંહના મદન શર્મા સાથે ફોન પર વાતચીત કરવા પર સંજય રાઉતે જણાવ્યું હતું કે, શું તમે જાણો છો કે ઉત્તરપ્રદેશમાં કેટલાં પૂર્વ સૈનિકો પર હુમલા થયાં છે? પરંતુ રક્ષામંત્રીએ તેમને ફોન કર્યો? અમારી સરકારનું માનવું છે કે, કોઈ પણ નિર્દોશ વ્યક્તિ પર હુમલો થવો જોઈએ નહી.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પર બનેલા એક કાર્ટૂનને વોટ્સએપ પર ફોરવર્ડ કર્યા બાદ મુંબઈમાં સેવાનિવૃત્ત નૌસેના અધિકારી મદન શર્મા પર શિવસૈનિકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. તેમની સાથે 6 જેટલા શિવસેનિકો દ્વારા મારામારી કરવામાં આવી હતી. આ મામલે શિવસેનાના નેતા અને રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે કહ્યું હતું કે, મહારાષ્ટ્રમાં કાયદાનું હંમેશા સમ્માન કરવામાં આવે છે. આરોપીઓને તરત ઝડપી લેવામાં આવ્યા હતાં પછી ભલે તેઓ કોઈ પણ પાર્ટી સાથે જોડાયેલા હોય.

દેશની સરહદના રખોપા કરવામાં આખી જીંદગી હોમી નાખનારા નેવીના પૂર્વ અધિકારી મદન શર્મા સાથે શિવસૈનિકો દ્વારા કરવામાં આવેલી મારપીટ મામલે સંજય રાઉત લાજવાને બદલે ગાજ્યા હતાં. તેમણે માફી માંગવાને કે ઘટનાની નિંદા કરવાના બદલે ગર્વથી કહ્યું હતું કે, મહારાષ્ટ્ર એક મોટું રાજ્ય છે. આવું કોઈ પણની સાથે થઈ શકે છે.

અભિનેત્રી કંગના રનૌત પર રાઉતે કહ્યું કે, અમે કંગના પર વાત કરવાનું બંધ કરી દીધું છે. જેને જે કરવું હોય એ કરી લે. અમે સાંભળીશું પણ બોલીશું નહી પરંતુ અમે દરેક બાબતને નોટ કરીશું. જોઈ રહ્યાં છીએ કે કઈ પાર્ટી દેશ અને મહારાષ્ટ્ર વિશે શું વિચારે છે અને તેની વિચારધારા કેટલી ખરાબ છે.

તેમણે કહ્યું કે, તમે જે રીતે વાત કરી રહ્યાં છો, કીચડ ઉછાળો છો અને તે બાદ જો લોકોના મનમાં ગુસ્સો પેદા થાય છે તો પછી તમે તેને સરકાર સાથે કેમ જોડી રહ્યાં છો. જો કોઈએ હુમલો કર્યો છે તો અમને પુછીને તો નથી કર્યો ને. આટલું મોટું મહારાષ્ટ્ર છે આ કોઈ પણની સાથે થઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં શુક્રવારે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પર બનેલા એક કાર્ટુનને વોટ્સએપ પર મૂકવા અંગે શિવસેના કાર્યકર્તાઓએ એક રિટાયર્ડ નૌસેના અધિકારી મદન શર્મા સાથે મારપીટ કરી હતી. આ ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી. સમગ્ર મામલામાં રાજકીય માહોલ ગરમાયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન