મહારાષ્ટ્ર : ખોરાકીઝેરથી એક કિશોરીનું મોત, ૧૭૦ બીમાર - Sandesh
  • Home
  • India
  • મહારાષ્ટ્ર : ખોરાકીઝેરથી એક કિશોરીનું મોત, ૧૭૦ બીમાર

મહારાષ્ટ્ર : ખોરાકીઝેરથી એક કિશોરીનું મોત, ૧૭૦ બીમાર

 | 2:29 am IST

। મુંબઈ ।

ગોવંડીના શિવાજીનગર વિસ્તારના સંજય નગરમાં આવેલી મુંબઈ મહાનગર પાલિકાની ઉર્દૂ મીડિયમની સ્કૂલમાં ખોરાકી ઝેરની અસર થતાં ૧૭૦ જેટલાં બાળકોને ઘાટકોપરની રાજાવાડી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા. ૧૨ વર્ષની ચાંદની સાહિલ શેખનું આ ઘટનામાં મૃત્યુ થયું છે.એપિડેમિક ન ફેલાય એ માટે બાળકોને ગુરુવારે સ્કૂલમાં દવા આપવામાં આવી હતી. એ દવાના કારણે ખોરાકી ઝેરની અસર થઈ ? એવી ચર્ચા વાલીઓમાં ચાલી રહી હતી.

શુક્રવારે સવારે ૯:૪૫ થી ૧૦:૦૦ વાગ્યા દરમિયાન વિદ્યાર્થીઓએ આ વિશે ફરિયાદ કરવા માંડી હતી. અનેક વિદ્યાર્થીઓને ઉબકા આવવા માંડયા હતા અને ઊલટીઓ થવા માંડી હતી. માથું દુખવું અને ચક્કર આવવાની પણ ફરિયાદ બાળકો કરી રહ્યા હતા. એથી તેમને સાવચેતીના પગલે રાજાવાડી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ૧૨ વર્ષની ચાંદની સાહિલ શેખનું આ ઘટનામાં મૃત્યું થયું હતું. જોકે એવું પણ કહેવાય છે કે ચાંદનીને પહેલેથી જ ટીબી હતો.

પાલિકાની શાળામાં આવતા ગરીબ પરિવારના બાળકોને સમતોલ આહાર મળતો ન હોવાથી તેમનો વિકાસ ન રુંધાય એ માટે સરકાર દ્વારા કેલ્શિયમ અને આયર્નની ગોળીઓ આપવામાં આવે છે. સોમવારે બાળકોને એ દવા આપવામાં આવી હતી. એ ઉપરાંત શુક્રવારે જ કેન્દ્ર સરકારની બાળકોમાં દેખાતી કૃમિની તકલીફ નિવારવા ખાસ અભિયાન હતું અને તેમને કૃમિની દવા આપવામાં આવી હતી. એ દવાના કારણે આ ઘટના બની કે કેમ એવા પણ સવાલ થઈ રહ્યા હતા.

;