maharashtra loco pilot backs train for 500m to pick injured passenger
  • Home
  • Featured
  • VIDEO: આ કારણે લોકો-પાયલોટે અડધા કિલોમીટરથી વધારે ઉંધી ટ્રેન ચલાવી, આખું ભારત રડવા લાગ્યું!

VIDEO: આ કારણે લોકો-પાયલોટે અડધા કિલોમીટરથી વધારે ઉંધી ટ્રેન ચલાવી, આખું ભારત રડવા લાગ્યું!

 | 11:03 am IST

મહારાષ્ટ્રમાં એક મુસાફર ચાલતી ટ્રેનમાંથી પડી ગયો. તેને બચાવવા માટે લોકો-પાયલોટએ ટ્રેનને ઉંઘી ચલાવી હતી. લોકો પાઇલટે લગભગ અડધો કિલોમીટર ઉંધી ટ્રેન ચલાવી હતી અને ઈજાગ્રસ્ત વ્યક્તિને ટ્રેનમાં બેસાડીને હોસ્પિટલમાં પહોંચાડ્યો હતો. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. બધા જ લોકો લોકો-પાઇલટની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. રેલવે મંત્રી પિયુષ ગોયલે પણ રેલ્વે કર્મચારીની પ્રશંસા કરી છે. તેણે આ વીડિયોને ટ્વિટર પર પણ શેર કર્યો છે.

રેલવે મંત્રાલયના અધિકારીઓના જણાવ્યા અનુસાર, મહારાષ્ટ્રના ભુસાવલ વિભાગમાં પચોરા અને માહેજી સ્ટેશન વચ્ચે ટ્રેનમાંથી એક મુસાફર પડી ગયો હતો. ટ્રેનના ગાર્ડે ઘટનાની નોંધ લીધી અને તાત્કાલિક લોકો પાઇલટને જાણ કરી. માહિતી આપ્યા પછી, લોકો પાઇલટે બેભાન વ્યક્તિને લેવા માટે 500 મીટરથી વધુ અંતર સુધી ટ્રેનને ઉંધી ચલાવી હતી. તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયો હતો. ઘાયલ વ્યક્તિની હાલત હવે સારી છે.

પિયુષ ગોયેલે પણ લખ્યું કે, રેલવેના કર્મચારીઓની સંવેદનશીલતા સાથે તેમની ફરજો નિભાવવાનું એક અનોખું ઉદાહરણ છે. લાખો લોકો આ વીડિયોને વખાણી રહ્યા છે અને શેર કરી રહ્યા છે. તો જુઓ અહીં આ વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન