મહારાષ્ટ્રના નવાપુરથી વૈભવી કારમાં દારૂની ખેપ મારતી ટોળકી ઝડપાઈ - Sandesh
  • Home
  • Gujarat
  • મહારાષ્ટ્રના નવાપુરથી વૈભવી કારમાં દારૂની ખેપ મારતી ટોળકી ઝડપાઈ

મહારાષ્ટ્રના નવાપુરથી વૈભવી કારમાં દારૂની ખેપ મારતી ટોળકી ઝડપાઈ

 | 2:38 am IST

। ભરૂચ ।

ભરૂચ જિલ્લા પોલીસને શુક્રવારે મહારાષ્ટ્રના નવાપુરથી ૭ લકઝુરીયર્સ ગાડીઓમાં બુટલેગર ટોળકી દ્વારા દારૂની ખેપ મારવામાં આવી રહી હોવાની બાતમી મળતા એલસીબીએ ભરૂચના કેબલ સ્ટેઈડ બ્રિજ પર વોચ ગોઠવી હતી. એક સાથે કતારબધ ૭ ગાડીઓ અને પોલીસથી બચવા તેને પાઈલોટીંગ કરી રહેલી એક લકઝૂરીયર્સ કાર જોતા પોલીસે આ હાઈપ્રોફાઈલ દારૂના વેપલાને મેગા ઓપરેશનમાં ઝડપી પાડતા બુટલેગરોમાં હાહાકાર મચી ગયો છે. ભરૂચ પોલીસના દરોડામાં કેટલાક આરોપીઓ ફરાર થઈ ગયા હતા. પોલીસે ૮ લકઝુરીયર્સ કાર, ૧૬ મોબાઈલ, ૬ બુટલેગર, રૂ.૧૨.૮૨ લાખનો દારૂ મળી કુલ રૂ.૭૨ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

એલસીબીએ શુક્રવારે ઓપરેશન પાર પાડયુ હતુ. બાતમીના આધારે ભરૂચના કેબલ સ્ટેઈડ બ્રિજ પર વોચ ગોઠવતા સુરત તરફથી કાફલામાં આવતી ૮ લકઝુરીર્યસ કારોને પકડી પાડી હતી. તેની તપાસમાં મહારાષ્ટ્રના નવાપુરાથી દારૂનો જથ્થો ૭ લકઝુરીયર્સ કારમાં ભરી ભરૂચ તેમજ વડોદરા લઈ જવાય રહ્યો હોવાનું ખુલ્યુ હતુ. દારૂ ભરેલી સાત લકઝુરીર્યસ કારને અન્ય લકઝુરીર્યસ કાર દ્વારા પોલીસથી બચવા પાયલોટીંગ કરવામાં આવી રહ્યુ હતુ.

પોલીસની ટીમે ૮ લકઝુરીર્યસ કાર સાથે દારૂની ખેપ મારતા ભરૂચ, રાજપીપળા, નડીયાદ, વડોદરાના ૬ શખ્સોને ઝડપી પાડયા હતા. પોલીસે  પરેશ ઉર્ફે ચકો શનાભાઈ ચૌહાણ, (રહે.કારેલી બાગ, વડોદરા), વિકાસ હર્ષદરાય મંડોરા, (રહે.ભાટવાડ, વાડી  વડોદરા), કલ્પેશ પ્રમોદભાઈ બારોટા, (રહે.ભાટવાડ, વડોદરા) પ્રદિપ  ગાંધી, (રહે.ધોળીકુઈ બજાર, ભરૂચ), દિપક નટવરભાઈ માછી(રહે.રાજપીપળા) સુનિલ પન્ઢરીનાથ દિક્ષીત (રહે.પંડયાપોળ, ચકલાસી, નડિયાદ)ને પકડી પાડયા હતા.

;