મહારાષ્ટ્ર પ્લાસ્ટિક મેન્યુ. એસોસિએશન અને અન્ય સંગઠનોએ ધરણાં યોજ્યા - Sandesh
NIFTY 10,821.85 +80.75  |  SENSEX 35,689.60 +257.21  |  USD 67.8350 -0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Mumbai
  • મહારાષ્ટ્ર પ્લાસ્ટિક મેન્યુ. એસોસિએશન અને અન્ય સંગઠનોએ ધરણાં યોજ્યા

મહારાષ્ટ્ર પ્લાસ્ટિક મેન્યુ. એસોસિએશન અને અન્ય સંગઠનોએ ધરણાં યોજ્યા

 | 12:05 am IST

મુંબઈ, તા.૨૩

રાજ્યમાં પ્લાસ્ટિકની થેલી, પ્લાસ્ટિક પેકેજિંગ મટીરિયલના વેચાણ અને આવા મટીરિયલના ઉત્પાદન પર મહારાષ્ટ્ર સરકારે લાદેલી તાત્કાલિક બંધીથી આ ઉદ્યોગ સાથે સંકળાયેલી ઉત્પાદકો, કર્મચારીઓ, ડીલરો અને ઉપભોક્તાઓ સહિત લાખો લોકોને અસર થશે. જાહેર જનતાને પણ અસર થવા સાથે રાજ્યની અર્થવ્યવસ્થાને પણ ફટકો પડશે. આથી પ્લાસ્ટિંગ બંધીના એકતરફી પગલાની વિરુદ્ધ મહારાષ્ટ્ર પ્લાસ્ટિક મેન્યુફેક્ચરિંગ એસોસિયેશન, પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર્સ વેલફેર એસોસિયેશનના અને અન્ય પ્લાસ્ટિક સંગઠનો, ડીલરો દ્વારા આઝાદ મેદાનમાં શુક્રવારે વિશાળ મોરચાનું આયોજન કરવામાં આવ્યું હતું.

વિરોધ પ્રદર્શનકારીઓએ પ્લાસ્ટિકનો જવાબદારીથી ઉપયોગ કરો, જવાબદારીથી નિકાલ કરો, પ્લાસ્ટિક ખરાબ નથી, પરંતુ તેને જાહેરમાં ફેંકી દેવાનું ખરાબ છે, જવાબદાર નાગરિક બનો, જાહેરમાં પ્લાસ્ટિકનો કચરો ફેંકવાનું બંધ કરો, પ્લાસ્ટિક ૧૦૦ ટકા રિસાઇકલેબલ છે, ઉપયોગ કરાયેલું પ્લાસ્ટિક રિસાઈકલિંગ ચેઈનમાં જાય તેની ખાતરી રાખો, પ્લાસ્ટિકની બાબતમાં ૪ આર યાદ રાખો. રિડયુસ, રિયુઝ, રિસાઈકલ અને રિકવર એવાં બેનરો લહેરાવ્યાં હતાં.

મહારાષ્ટ્ર પ્લાસ્ટિક મેન્યુફેક્ચરિંગ એસોસિયેશનના પ્રમુખ રવિ જશનાનીએ જણાવ્યું હતું કે છેલ્લા ઘણા મહિનાથી અમે પ્લાસ્ટિકના ઉપયોગ અને નિર્માણ પર એકતરફી બંધીનાં ખરાબ પરિણામો વિશે સરકારનું વારંવાર ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો છે અને જાહેર જનતામાં જાગૃતિ પણ વધારી છે. બદનસીબે અમે કોઈ ટેકો મળ્યો નથી, જેથી અમારી ચિંતાઓ અને માગણીઓ સાંભળવામાં આવે તે માટે અમારી પાસે મોરચા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નહોતો.  પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર્સ વેલફેર એસોસિયેશનના સેક્રેટરી કૌશિક સંઘવીએ જણાવ્યું હતું કે અમારી માગણીઓ ન્યાયી છે અને રાજ્ય સરકાર સહિત બધાના હિતમાં છે. અમે વિરોધ કરવા પૂરતો વિરોધ કરતા નથી, પરંતુ અમે પ્લાસ્ટિક પર્યાવરણ પર કોઈ પણ હાનિ પહોંચાડતો નથી તે સમજાવવા માટે સત્તાવાળા સાથે કામ કરવા તૈયાર છીએ. અમે ૫૦ માઇક્રોનથી નીચેની પ્લાસ્ટિકની થેલીઓનો ઉપયોગ પર બંધીને આવકારીએ છીએ, પરંતુ તેની નબળી અમલબજાવણીને લીધે તેનો ઉપયોગ વધ્યો છે.

મુખ્ય માગણીઓ કઈ કઈ છે?  

  • ૨ જાન્યુઆરી, ૨૦૧૮ના જારી પ્લાસ્ટિક બંધીનો આદેશ તાત્કાલિક રદ કરો.
  • એમપીસીબીએ ઉત્પાદકોને છેલ્લા એક વર્ષથી લાઈસન્સ આપવાનું બંધ કર્યું છે તે ચાલુ કરવા નિર્દેશ આપવો.
  • ૫૦ માઇક્રોનના નિયમોની યોગ્ય અમલબજાવણી.
  • રાજ્ય સરકારે વિશેષ ટીમ બનાવવી જોઈએ, જેમાં મહાપાલિકા, અમારા સંગઠન અને ઉદ્યોગમાંના સભ્યો સમાવેશ કરવો જોઈએ, જેઓ અન્ય રાજ્યમાં ઉત્પાદન કરીને મહારાષ્ટ્રમાં વેચવામાં લાવવામાં આવતી પાતળી પ્લાસ્ટિકની થેલીઓનું દૂષણ ઓછું કરવા માટે એકત્ર કામ કરે.
  • જો નાની જમીનો આપવામાં આવેતો એસોસિએશન રિસાઇકલિંગ પ્લાન્ટ્સ સ્થાપવામાં પણ મદદ કરવા તૈયાર છે. આવું રિસાઇકલ કરાયેલું પ્લાસ્ટિક મટીરિયલ પછી રસ્તા નિર્માણ, બન્ચના ઉત્પાદન અને સુવિધાજનક અને સુરક્ષિત હેતુઓ માટે ઉપયોગ કરી શકાય છે.
  • દૂધ અને અન્ય ખાદ્યસામગ્રીઓ સાથે દવાઓ માટે લાંબો સમય સંગ્રહ જરૂરી હોય છે, જેને પણ પ્લાસ્ટિકબંધીથી અસર થશે.

;