maharashtra police officer pradeep sharma resigns and join shivsena party
  • Home
  • Photo Gallery
  • PHOTOS: દાઉદ અને છોટા રાજનને થરથર ધ્રુજાવતા ઓફિસરનું રાજીનામું, ખાખી ઉતારી પહેરશે ખાદી

PHOTOS: દાઉદ અને છોટા રાજનને થરથર ધ્રુજાવતા ઓફિસરનું રાજીનામું, ખાખી ઉતારી પહેરશે ખાદી

 | 12:32 pm IST

100થી પણ વધારે અંડરવર્લ્ડ ગેંગસ્ટર્સનો ખાત્મો કરનારા મહારાષ્ટ્ર પોલીસનાં એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ પ્રદીપ શર્માએ એના પદ પરથી રાજીનામું આપી દીધું છે અને હવે એવી અટકળો છે કે વિધાનસભામાં તે શિવસેના તરફથી ચૂંટણી લડશે. 1983માં પ્રદીપે પોલીસની નોકરી ચાલુ કરી હતી. એની બેચમાં બીજા બે ઓફિસર હતા શહીદ વિજય સાલસ્કર અને બીજા પ્રફુલ્લ ભોંસલે. આ ત્રણની જોડીએ દાઉદ, છોટા રાજન જેવી પ્રમુખ માફિયા ગેંગના લગભગ 300 અપરાધીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા.

આ ત્રણેયની જોડીએ જે રીતે મુંબઈમાંથી આરોપીઓને સાફ કર્યા એની ચર્ચા આખા દેશમાં થવા લાગી હતી. એટલું જ નહીં આ લોકોનાં એન્કાઉન્ટર પર બોલિવૂડમાં ઘણી ફિલ્મો પણ આવી ચૂકી છે. ફિલ્મ 56 આ એન્કાઉન્ટર પર હતી કે જેમાં નાના પાટેકરે પ્રદીપ શર્માનો રોલ અદા કર્યો હતો. તો જુઓ આ ઓફિસરનાં કેટલાક ફોટો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન