Maharashtra Stop Corona Vaccination till 18 Jan due to technical issue in Cowin App
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Corona
  • મહારાષ્ટ્રમાં 18 જાન્યુઆરી સુધી કોરોના રસીકરણ પર રોક, પશ્ચિમ બંગાળમાં આ કારણે હંગામો

મહારાષ્ટ્રમાં 18 જાન્યુઆરી સુધી કોરોના રસીકરણ પર રોક, પશ્ચિમ બંગાળમાં આ કારણે હંગામો

 | 11:10 pm IST
  • Share

મહારાષ્ટ્ર સરકારે (Maharashtra Government) કોરોના વાયરસ (Corona Vaccine India)ની સામે ચાલી રહેલાં વેક્સિનેશન (Vaccination) પ્રોગ્રામને હાલમાં રોકી દેવામાં આવ્યું છે. રસીકરણના આ અભિયાનને 18 જાન્યુઆરી સુધી સમગ્ર મહારાષ્ટ્રમાં રોકી દેવામાં આવ્યું છે. રાજ્ય સ્વાસ્થ્ય વિભાગ તરફથી જાહેર કરેલ જાણકારી મુજબ કોવિન એપ (Cowin App)માં ટેક્નિકલ સમસ્યાઓને કારણે આ કાર્યક્રમ પર રોક લગાવી દેવામાં આવી છે.

જણાવી દઈએ કે મુંબઈમાં રસીકરણ માટે 10 કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. અને તેમાં 41 બૂથ રાખવામાં આવ્યા છે. જેમાં BMCના 9 અને રાજ્ય સરકારનું એક કેન્દ્ર સામેલ છે. રાજ્ય સરકાર હેઠળ આવતાં જેજે હોસ્પિટલમાં ફક્ત એક શિફ્ટ એટલે કે સવારે 9થી સાંજે 5 વાગ્યા સુધી રસીકરણ કરવામાં આવશે. જ્યારે BMCના 9 કેન્દ્રો પર બે શિફ્ટ એટલે કે સવારે 8થી રાત્રે 8 વાગ્યા સુધી રસીકરણ કરવામાં આવશે.

પશ્ચિમ બંગાળમાં વેક્સિનેશન પર હંગામો

પશ્ચિમ બંગાળમાં કોરોના વેક્સિનેશન પ્રોગ્રામમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના ધારાસભ્યો દ્વારા અનિયમિતતાની ખબરો સામે આવી છે. અહીં સુભાષ મંડલ અને રવીન્દ્ર ચેટર્જીએ ફ્રન્ટલાઈન વર્કર્સ પહેલાં પોતાને રસી લગાવી દીધી હતી. જે બાદ બીજેપીએ મમતા બેનર્જી સહિત ટીએમસી સરકાર પર નિશાન સાધ્યું છે.

આ વીડિયો પણ જુઓઃ ભાવનગરમાં ભાજપના કાર્યક્રમમાં નિયમ ભંગ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન