સેલ્ફી લેવાના ચક્કરમાં મહિલા સાથે ઘટી આવી દુર્ઘટના, સાંભળીને રૂંવાડા ઉભા થઈ જશે - Sandesh
  • Home
  • India
  • સેલ્ફી લેવાના ચક્કરમાં મહિલા સાથે ઘટી આવી દુર્ઘટના, સાંભળીને રૂંવાડા ઉભા થઈ જશે

સેલ્ફી લેવાના ચક્કરમાં મહિલા સાથે ઘટી આવી દુર્ઘટના, સાંભળીને રૂંવાડા ઉભા થઈ જશે

 | 1:01 pm IST

દિલ્હીથી રજાઓ ગાળવા મુંબઈ આવેલી મહિલાને સેલ્ફી લેવાનું ભારે પડી ગયું. સેલ્ફી લેવાના ચક્કરમાં તે 600 ફૂટ ઉંડી ખીણમાં જઈને પડી. રેસ્ક્યૂ ટીમે મહિલાને શોધી કાઢવા માટે ઓપરેશન હાથ ધર્યું છે, પરંતુ મહિલાનો હજી સુધી કોઈ જ અતોપતો મળ્યો નથી.

ઘટના મહારાષ્ટ્રના માથેરાન હિલ સ્ટેશનની છે. અહીં સરિતા ચૌહાણ (35) પતિ અને બાળઓ સાથે રજાઓ ગાળવા મુંબઈની માથેરાન ગઈ હતી. અહીં લુઈસા પૉઈન્ટ પર સરિતા પતિ રામમહેશ ચૌહાણના ફોટો લઈ રહી હતી. પરંતુ અચાનક જ તેને સંતુલન ગુમાવ્યુ અને ઉંડી ખીણમાં જઈને પડી હતી. આ ખીણ 600 ફૂટ જેટલી ઉંડી છે.

ઘટનાની જાણકરી મળતા જ રેલ્સ્યૂ ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી અને મહિલાની તપાસ આદરી હતી. ખરાબ હવામાન અને ભારે ધુમ્મસના કારણે હજી સુધી મહિલાનો કોઈ જ અતોપતો મળ્યો નથી. જોકે રેસ્ક્યૂ ટીમ મહિલાની ભાળ મેળવવાના પ્રયાસ કરી રહી છે.

સરિતાના પતિ રામમવેશે જનાવ્યું હતું કે, તે દિલ્હીના રહેવાસી છે અને પરિવાર સહિત રજાઓ ગાળવા મુંબઈ આવ્યાં હતાં. તેમણે મંગળવારે માથેરાન ફરવાનો પ્લાન બનાવ્યો હતો. માથેરાન મુંબઈને અડીને જ આવેલુ જાણીતું અને રળિયામણું હિલ સ્ટેશન છે. અહીં ચોમાસાની ઋતુમાં પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે.

આ દુર્ઘટના એ સમયે ઘટી જ્યારે સરિતા અને તેનો પરિવાર સેલ્ફી લેવા લુઈસા પૉઈન્ટના બેરિકેટ્સ ઓળંગીને આગળ ચાલ્યો હતો. વરસાદના કારણે માટી ભીની હોવાના કારણે સરિતાનું સંતુલન બગડ્યું અને તે સીધી ખાઈમાં જઈને ખાબકી હતી. સરિતાને લઈને રેસ્ક્યુ ટીમ હાલ કંઈજ કહેવા તૈયાર નથી.