51 વર્ષ બાદ મહાશિવરાત્રી પર ખાસ સંયોગ, આ 2 રાશીના જાતકને થશે મોટો લાભ - Sandesh
  • Home
  • Astrology
  • 51 વર્ષ બાદ મહાશિવરાત્રી પર ખાસ સંયોગ, આ 2 રાશીના જાતકને થશે મોટો લાભ

51 વર્ષ બાદ મહાશિવરાત્રી પર ખાસ સંયોગ, આ 2 રાશીના જાતકને થશે મોટો લાભ

 | 11:14 am IST

મહાશિવરાત્રિનો તહેવાર ભગવાન શિવની આરાધના માટે ખાસ મહત્વ ધરાવે છે. શિવ ભકત આ તહેવારની આખું વર્ષ રાહ જુએ છે. આ દિવસે ભોળેનાથને પ્રસન્ન કરવા માટે ભકત વ્રત અને આરાધના કરે છે જેથી કરીને તેમની મનોકામના પૂરી કરી શકાય. માન્યતા એવી પણ છે કે આ દિવસે ભગવાન શિવના માતા પાર્વતી સાથે લગ્ન થયા હતા. 51 વર્ષ પછી એક ખાસ સંયોગ આ દિવસે બની રહ્યો છે.

મહાશિવરાત્રીનો તહેવાર ફાગણ માસની ચતુર્દશીના દિવસે મનાવાય છે. આ વખતે 13 અને 14મી ફેબ્રુઆરી એમ બંને દિવસ શિવરાત્રીનો કહેવાર ઉજવાઇ રહ્યો છે. મહાશિવરાત્રીની પૂજાના મૂહુર્ત 13 ફેબ્રુઆરીના રોજ રાત્રે 10 વાગ્યાથી શરૂ થશે જે 14 ફેબ્રુઆરી સુધી રહેશે.

13 ફેબ્રુઆરીના રોજ મંગળવાર છે અને આ સંયોગ 51 વર્ષ બાદ આવ્યો છે કે જ્યારે શિવરાત્રીનો તહેવાર મંગળવારના રોજ હોય. મંગળવારના રોજ મહાશિવરાત્રીનો તહેવાર ખૂબ જ શુભ મનાય છે કારણ કે મંગળવારનો દિવસ હનુમાનજીનો હોય છે. ભગવાન અને અને હનુમાનજીનું એક જ રૂપ મનાય છે. જ્યોતિષાનુસાર આ સંયોગથી બે રાશીઓને સૌથી વધુ ફાયદો થવાનો છે.

મેષ રાશિ: આ સંયોગની શુભ અસર મેષ રાશિ પર સૌથી વધુ જોવા મળશે. મેષ રાશિવાળાને કેટલીય શાનદાર તકો મળશે. જેથી કરી તેની પ્રતિષ્ઠા વધશે અને ધનની સમસ્યા દૂર થશે. તમામ કામ સરળતાથી થઇ શકે છે.

મીન રાશિ: વેપાર અને નોકરીમાં સફળતા મળશે. દરેક જગ્યાએથી સકારાત્મક ફળ મળશે. બેરોજગારોને નવી નોકરીની તક પ્રાપ્ત થશે. કાયદાકીય વિવાદ ઉકેલાશે. આવકમાં વધારો થશે અને જૂની સમસ્યાઓમાંથી છુટકારો મળશે.