મહાશિવરાત્રીના દિવસે ભૂલથી પણ આ 10 ભૂલ નહીં કરો તો ભોળાનાથ થશે પ્રસન્ન - Sandesh
  • Home
  • Astrology
  • મહાશિવરાત્રીના દિવસે ભૂલથી પણ આ 10 ભૂલ નહીં કરો તો ભોળાનાથ થશે પ્રસન્ન

મહાશિવરાત્રીના દિવસે ભૂલથી પણ આ 10 ભૂલ નહીં કરો તો ભોળાનાથ થશે પ્રસન્ન

 | 2:47 pm IST

મહાશિવરાત્રીનો તહેવાર શિવભકતો ખૂબ જ ધામધૂમથી ઉજવતા હોય છે. આ દિવસે જે પણ ભકતો ભગવાન શિવની આરાધના સાચા મનથી કરે છે તો તેની મનોકામના ચોક્કસ પૂરી થતી હોય છે. જો કોઇ કારણોસર પૂજા કરતાં સમયે કોઇ ભૂલ થઇ જાય તો ભગવાન શિવ ક્રોધિત પણ થઇ જાય છે. શિવપુરાણમાં કેટલીક એવી બાબતો અંગે દર્શાવ્યું છે જેનો ઉપયોગ પૂજા કરતાં સમયે કરવો જોઇએ નહીં.

– હિન્દુ ધર્મમાં તુલસીના છોડનું ખાસ મહત્વ હોય છે. ભગવાન વિષ્ણુને તુલસી ખૂબ જ પ્રિય હોય છે. વિષ્ણુજીની પૂજામાં તેનો ઉપયોગ ચોક્કસ થાય છે. પરંતુ શિવપુરાણ મુજબ શિવજીની પૂજામાં તુલસી પત્ર વર્જિત મનાય છે.
– શિવજીની પૂજામાં હળદરનો ઉપયોગ કરાતો નથી આથી ભૂલથી પણ શિવરાત્રી પર શિવલિંગ પર હળદર ચઢાવવી જોઇએ નહીં.
– શિવરાત્રીના દિવસે સાદું ભોજન જમવું જોઇએ એટલે કે માંસાહારનું સેવન કરવું જોઇએ નહીં.
– ભગવાન શિવ તમારા પર કૃપા બનાવી રાખે તેવું તમે ઇચ્છતા હો તો સવારે જ શિવલિંગ પર જળ ચઢાવો. પૂજા માટે સવારનો સમય શ્રેષ્ઠ મનાય છે. શવિરાત્રીના દિવસે મોડા ઉઠવું અશુભ મનાય છે.
– આ શિવરાત્રી ભોલે ભંડારીની કૃપા મેળવવા માટે ક્રોધનો ત્યાગ કરો એટલે કે શિવરાત્રીમાં વ્રત દરમ્યાન કોઇની પણ સાથે લડાઇ ના કરો. શાંત મનથી આખો દિવસ ઓમ નમ:શિવાયના મંત્રોના જાપ કરો.
– શિવજીની પૂજામાં શાસ્ત્રો દ્વારા બતાવામાં આવેલા વાસણોનો ઉપયોગ કરવો જોઇએ. પૂજામાં ભૂલથી પણ લોખંડ, સ્ટીલ, અને પ્લાસ્ટિકનો ઉપયોગ કરવો જોઇએ નહીં.
– શિવરાત્રીના દિવસે પતિ-પત્નીની વચ્ચે શારીરિક સંબંધ બાંધવા જોઇએ નહીં. આ દિવસે શાંત અને શુદ્ધ મનથી શિવ-પાર્વતીની પૂજા કરવી જોઇએ.
– શિવરાત્રીના દિવસે કોઇને પણ કોઇ પણ પ્રકારના કઠોર શબ્દો કહેવા જોઇએ નહીં અન્યથા તમારી પૂજા સ્વીકાર્ય થશે નહીં.
– ભગવાન શિવની પૂજામાં ભૂલથી પણ અડધા ચોખાના દાણા ચઢાવા જોઇએ નહીંય અક્ષતનો મતલબ થાય છે અતૂટ ચોખા જે પૂર્ણતાનું પ્રતિક છે.
– શિવરાત્રીના દિવસે ભગવાન શિવને જો પ્રસન્ન કરવા હોય તો તે દિવસે કાળા રંગના કપડાં ના પહેરો. કહેવાય છે કે ભગવાન શિવને કાળો રંગ પસંદ નથી, તેના લીધે આ દિવસે કાળાં કપડાં પહેરવા જોઇએ નહીં.