Mahendra Singh Dhoni Completed 10 Thousand Runs For India
  • Home
  • Sports
  • Cricket
  • મહેન્દ્રસિંહ ધોનીની યશકલ્ગીમાં વધુ એક પીછું ઉમેરાયું, બનાવ્યો અનાખો રેકાર્ડ

મહેન્દ્રસિંહ ધોનીની યશકલ્ગીમાં વધુ એક પીછું ઉમેરાયું, બનાવ્યો અનાખો રેકાર્ડ

 | 3:07 pm IST

ભારતીય ટીમના વિકેટકીપર બેટ્સમેન મહેન્દ્રસિંહ ધોનીએ શનિવારે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાઇ રહેલી પહેલી વનડે મેચમાં ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. આ મેચમાં ખાતું ખોલાવતા જ ધોનીએ ઈન્ટરનેશનલ મેચોમાં ભારત માટે રમતા 10 હજાર રન પુરા કર્યા હતા.

તમને જણાવી દઇએ કે, ધોનીએ ઈન્ટરનેશનલ મેચમાં 10 હજાર રન પુરા કરી ચૂક્યો છે, પરંતુ તેમાંથી 174 રન તેમણે એશિયા XI તરફથી રમતા બનાવ્યા હતા. તમને જણાવી દઇએ કે, પહેલી વનડે મેચમાં ધોનીએ અડધી સદીની ઇનિંગ રમી હતી. તેમણે 96 બોલ પર 51 રન બનાવ્યા હતા.

ધોની પહેલા સચિન તેંદુલકર (452 ઇનિંગમાં 18426), સૌરભ ગાંગુલી (297 ઇનિંગમાં 11221), રાહુલ દ્રવિડ (314 ઇનિંગમાં 10768), વિરાટ કોહલી (209 ઇનિંગમાં 10235)એ ભારત માટે આ કારસ્તાન કરી ચૂક્યા છે. ધોનીએ આ સફળતા 279મી ઇનિંગમાં (ભારત તરફથી રમતા) હાંસલ કર્યા છે.

ધોનીએ વનડે કરિયરમાં 49.74ની સરેરાશથી રન બનાવ્યા છે. તેમાં 10 સદી અને 68 અડધી સદી લગાવી ચૂક્યા છે. ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લીધા પહેલા તેમણે 90 મેચમાં 38.09ની સરેરાશથી 4876 રન બનાવ્યા હતા. ટેસ્ટ કરિયમાં ધોનીએ 6 સદી અને 33 અડધી સદી ફટકારી ચૂક્યો છે. ધોની ભારતના સૌથી સફળ વિકેટ કીપર માનો એક છે.