Mahendra Singh Dhoni investment in cars24
  • Home
  • Business
  • હવે ધોની બિઝનેસમાં ઝંપલાવશે, જૂની ગાડીઓનું કરશે ખરીદ-વેચાણ

હવે ધોની બિઝનેસમાં ઝંપલાવશે, જૂની ગાડીઓનું કરશે ખરીદ-વેચાણ

 | 1:55 pm IST

ભારતીય ક્રિકેટ ટીમનો પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનો કાર અને બાઇક પ્રત્યેનો પ્રેમ જગજાહેર છે. અલગ-અલગ મોડલની ઘણીબધી દેસી-વિદેશી ગાડીઓ ધરાવનાર ધોની હવે જૂની ગોડીઓને ખરીદવાનો અને વચવાનો વેપાર કરશે. કંપનીએ જણાવ્યું કે, ભાગીદારી અંતર્ગત ધોનીની કંપનીમાં ભાગીદારી હશે. તે કાર્સ 24નો એમ્બેસેડર પણ છે.

કંપનીએ નથી જણાવ્યું કે, ધોની આ કંપનીનીમાં કેટલા રૂપિયાનું રોકાણ કરી રહ્યો છે. પરંતુ એવું જરૂરથી જણાવ્યું કે, ભંડોળના સિરીઝ ડી રાઉન્ડમાં રોકાણ એ ભાગ છે કાર્સ 24ના સહસંસ્થાપક અને મુખ્ય કાર્યકારી અધિકારી વિક્રમ ચાવડાએ જણાવ્યું કે,’ગત ઘણા વર્ષોમાં સતત ક્ષમતા વિકસિત કરતા રહેવું, નવી વસ્તઓ કરવી અને દરેક સમસ્યાનું સમાધાન નિકાળતા સફળતા મેળવતા દેશનાં સૌથી લોકપ્રિય કપ્તાન બનેલ છે.’

ચોપડાએ જણાવ્યું કે, કંપની આ તમામ ગુણોને મહત્વ આપે છે અને માટે ધોની સાથે ભાગીદારી કરી છે. 2015માં શરૂ થયેલ કાર્સ 24માં જૂની ગાડીઓનું ખરીદ-વેચાણનું મોટુ બજાર હતું. કાર્સ 24એ તાજેતરમાં જ ફ્રેંચાઇઝી મોડલ અપનાવવાની ઘોષણા કરી છે. કંપની 2021 સુધી 300થી વધુ ટિયર 2 શહેરોમાં વિસ્તાર કરવા માંગે છે. કંપીએ સિકોઇયા ઇન્ડિયા,એક્સોર સીડ્સ, ટીએસટી ગ્લોબલનાં ભાગીદાર કિંગ્સવે કેપિટલ અને કેસીકેએ રોકાણ કરી રાખ્યું છે.

આ પણ જુઓ: સુરતમાં સાંસદ સીઆર પાટીલને ત્યાં અનોખી રક્ષાબંધન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન