Mahendra Singh Dhoni's losses have been retired by captain Virat Kohli
  • Home
  • Sports
  • Cricket
  • આ મામલે કેપ્ટન વિરાટ કોહલીને સાલી રહી છે મહેન્દ્ર સિંહ ધોનીની ખોટ

આ મામલે કેપ્ટન વિરાટ કોહલીને સાલી રહી છે મહેન્દ્ર સિંહ ધોનીની ખોટ

 | 5:05 pm IST

વિરાટ કોહલીએ ભલે ઇંગ્લેન્ડ વિરૂદ્ધ રનનો ઢગલો કરી દીધો હોય, પરંતુ એક મામલામાં તેને બિલકુલ ઝીરો બતાવવામાં આવી રહ્યો છે. ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઇકલ વૉનએ વિરાટ કોહલી પર નિશાનો સાધતા કહ્યું કે, ભલે વિરાટ નંબર વન બેટ્સમેન હોય, પરંતુ રિવ્યૂ લેવામાં તે ઝીરો છે.

માઇકલ વૉને ટ્વીટ કરતા કહ્યું,’વિરાટ દુનિયાના સૌથી બેસ્ટ બેટ્સમેન છે, પરંતુ તે સૌથી ખરાબ વિવ્યૂબ લેનાર કેપ્ટન છે.’

માઇકલ વૉને ટ્વીટર પર આ વાત ઓવલ ટેસ્ટ દરમિયાન વિરાટ કોહલીની કેપ્ટનશીપ જોઇ લખ્યું. વિરાટ કોહલીએ માત્ર બે ઓવરમાં ખોટા રિવ્યૂ લઇ પોતાના બંન્ને રિવ્યૂ ગુમાવી દીધા. વિરાટે 10મી ઓવરમાં કીટૉન જેનિંગ્સ અને 12મી ઓવરમાં એલિસ્ટર કુક વિરૂદ્ધ રિવ્યૂ લીધા અને બંન્ને અવસરે ફેંસલો ટીમ ઇન્ડિયા વિરૂદ્ધ જ આવ્યો.

સાફ છે કે, વિરાટ કોહલીને રિવ્યૂ મામલામાં ધોનીની અછત વર્તાઇ રહી છે. વન ડે ક્રિકેટમાં ધોની વિકેટકિપર હોય છે અને દરેક ડીઆરએસ નિર્ણયમાં તેનું મહત્વનું યોગદાન હોય છે. વન ડેમાં વિરાટ દરેક ડીઆરએસ નિર્ણયમાં ધોનીનો વિશ્વાસ રાખે છે. ધોની ડીઆરએસ મામલામાં મોટા ભાગે સાચો પડે છે અને કદાચ ડીઆરએસ સિસ્ટમને લોકો ધોની રિવ્યૂ સિસ્ટમ પણ કહે છે. ત્યાં જ ટેસ્ટ ક્રિકેટમાં ધોનીની ગેરહાજરી વિરાટ કોહલીને ખુબ જ પરેશાન કરી રહી છે અને તેમનો મોટા ભાગનો રિવ્યૂ ખોટો સાબિત થાય છે.