દિલ્હીની હોટલમાંથી ધોનીના ત્રણ મોબાઈલ ચોરાઈ ગયા, નોંધાવી FRI - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • દિલ્હીની હોટલમાંથી ધોનીના ત્રણ મોબાઈલ ચોરાઈ ગયા, નોંધાવી FRI

દિલ્હીની હોટલમાંથી ધોનીના ત્રણ મોબાઈલ ચોરાઈ ગયા, નોંધાવી FRI

 | 12:23 pm IST

દિલ્હીની એક ફાઈવ સ્ટાર હોટલમાં ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીના ત્રણ મોબાઈલ ફોન ચોરી થઈ ગયા છે. ઘટના શુક્રવાર સવારની છે. ધોનીએ દ્વારકા સેક્ટર 10ના પોલીસ સ્ટેશનમાં મોબાઈલ ચોરીની એફઆઈઆર નોંધાવી છે.

અસલમાં શુક્રવાર સવારે જ્યારે દિલ્હીના દ્વારકા સ્થિત વેલકમ હોટલ આઈટીસી હોટમાં આગ લાગી ગઈ હતી. ધોની સહિત ઝારખંડની ટીમ તે હોટલમાં જ ઉતરી હતી. આગ લાગ્યા બાદ ખેલાડીઓને બહાર નિકાળવામાં આવ્યા હતા. તે સમયે ચોરી ધોનીના મોબાઈલ ચોરી થવાનું જણાવવામાં આવી રહ્યું છે. પોલીસ હોટલના સીસીટીવી કેમેરાના ફુટેજની તપાસ કરી રહી છે.

ધોનીએ જે એફઆરઆઈ નોંધાવી છે તેમાં કહ્યું છે કે, 17 માર્ચ સવારે 6.20 કલાકે વેલકમ આઈટીસી હોટલના કર્મચારી આકાશ હંસે મને આગ લાગવાના સમાચાર મને આપ્યા હતા. તે પછી અમને બીજી સુરક્ષિત જગ્યાએ લઈ જવામાં આવ્યા હતા.

સાજે સાડા ચાર વાગે ટ્રાવેલ મેનેજર સંદીપ ફોગાટ અને આસિસ્ટેન્ટ વિકાસ હસિજા વેલકમ આઈટીસી હોટલમાં મારૂ સામાન લેવા પહોંચ્યા તો તેમને મારા ત્રણ ફોન મળ્યા નહતા. તેની માહિતી હોટલ સ્ટાફને આપી દેવામાં આવી હતી.