હરિયાણાનો આ ભાઇ ભરઉનાળે કેમ ધાબળો ઓઢી કરે છે તાપણું, વિગતે જાણી અચંબામાં પડી જશો - Sandesh
NIFTY 10,808.05 -48.65  |  SENSEX 35,599.82 +-139.34  |  USD 67.6500 +0.01
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • હરિયાણાનો આ ભાઇ ભરઉનાળે કેમ ધાબળો ઓઢી કરે છે તાપણું, વિગતે જાણી અચંબામાં પડી જશો

હરિયાણાનો આ ભાઇ ભરઉનાળે કેમ ધાબળો ઓઢી કરે છે તાપણું, વિગતે જાણી અચંબામાં પડી જશો

 | 3:56 pm IST

એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે, જેને દરેક લોકોને હેરાન કરી મૂકયા છે. હરિયાણાના એક વ્યક્તિને ગરમીમાં ઠંડી લાગે છે અને ઠંડીમાં પરસેવો છૂટયા છે. તમને સાંભળવામાં ભલે અજીબ વાત લાગતી હોય. પરંતુ તેની સાથે જ તેમની સાથે નાનપણથી જ આવું થઇ રહ્યું છે. સોશિયલ મીડિયા પર આ ભાઇ જબ્બર ટ્રેન્ડ થઇ રહ્યાં છે.

મહેન્દ્રગઢા રહેવાસી સંતરામ નામના વ્યક્તિને ગરમીમાં જોરદાર ઠંડી લાગે છે. ઠંડી પણ કેવી કે ગરમીમાં રજાઇ ઓઢીને હાથ તપાવે છે. ગરમીમાં ઠંડી લાગવા પર તેઓ બહાર ગરમીમાં ફરવા જાય. એટલું જ નહીં ઠંડીની સીઝનમાં તેમને ગરમી લાગે છે. ઠંડીમાં તેમને બરફ ખાવો પડે છે. પરસેવાથી હાલત ખરાબ થઇ જાય છે. આડોશ પાડોશના રહેવાસીનું કહેવું છે કે નાનપણથી જ આમ કરતાં આવી રહ્યાં છે.

આ ટ્વીટ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહી છે. તેમની આ પોસ્ટને 250 લાઇક્સ અને 132 રી-ટ્વિટ્સ થઇ ચૂકી છે. ત્રણ તસવીરો પણ પોસ્ટ કરાઇ છે. જેમાં એક ફોટોમાં તેઓ ગરમીમાં ધાબળો ઓઢીને હાથ તપાવી રહ્યા છે. બીજી તસવીરમાં તેઓ ઠંડી લાગવા પર ગરમીમાં બહાર ફરવા નીકળ્યા છે અને છેલ્લી તસવીરમાં તેઓ પોતાના અંગે જણાવી રહ્યા છે. આ કેવી બીમારી છે કોઇને તેની ખબર પડતી નથી.