મહેસાણાઃ પ્રેમમાં ફસાયેલી તરૂણી આપઘાત કરવા ગઈ, રિક્ષાચાલકે બચાવી, વાંચો આખી કહાની - Sandesh
NIFTY 10,195.15 -165.00  |  SENSEX 33,176.00 +-509.54  |  USD 64.9300 +0.00
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • મહેસાણાઃ પ્રેમમાં ફસાયેલી તરૂણી આપઘાત કરવા ગઈ, રિક્ષાચાલકે બચાવી, વાંચો આખી કહાની

મહેસાણાઃ પ્રેમમાં ફસાયેલી તરૂણી આપઘાત કરવા ગઈ, રિક્ષાચાલકે બચાવી, વાંચો આખી કહાની

 | 12:32 pm IST

આજના મોબાઈલ યુગમાં જ્યારે ૧૪થી ૧૬ વર્ષના તરુણો પ્રેમની મોહજાળમાં ફસાઈ જાય અને બાદમાં માતા-પિતાની દશા થાય છે તે તો જેના ઉપર વીતી હોય તે જ જાણી શકે. આવો જ લાલબત્તી સમાન કિસ્સો આજે મહેસાણામાં બન્યો છે. કાચી ઉંમરમાં પ્રેમની મોહજાળણાં ફસાયેલી એક તરુણી ઘરેથી ભાગીને આપઘાત કરવા ગઈ હતી, પણ સમાજમાં માણસાઈ આજે પણ જીવતી છે માટે આ તરુણીને સમજાવી તેના માતા, પિતા, ભાઈને બોલાવી પાંચ કલાકની સમજણ બાદ તેણીને ઘરે મોકલાઈ હતી. આ કેસમાં મુસ્લિમ રિક્ષાચાલકે પોતાનું કામ પડતું મૂકી તેની મદદ કરી હતી.

આ લાલબત્તી સમાન કિસ્સાની વધુ વિગત મુજબ મહેસાણાની પાસે ગામડાંમાં રહેતી ૧૪ વર્ષની તરુણી રાત્રીના બે વાગ્યે પોતાના ઘરેથી ભાગી ગઈ હતી. રાત્રીના અંધારામાં બાજુના ગામના મંદિરના મહંત તથા તેની પત્નીએ તરુણીને જોઈ લીધી હતી. આથી રાત્રીના કોઈ આનો લાભ ના ઉઠાવે માટે પોતાના ઘરે આશરો આપ્યો હતો. બાદમાં સવારે ૭ વાગ્યે તરુણીને મહેસાણા જવું હોવાથી વોટરપાર્ક પાસેના હાઈવે પર મૂકી દીધી હતી. ત્યારથી એક મુસ્લિમ રિક્ષાવાળો મળી ગયો હતો. રિક્ષાવાળો સવારે તેના સ્કૂલના છોકરા મૂકવા મહેસાણા આવતો હતો જેથી તરુણીને બેસાડી લીધી હતી. વાત વાતમાં તરુણીએ રિક્ષાચાલકને પોતાની આપવીતી જણાવી હતી અને આપઘાત કરવાનું કહ્યું હતું. અગાઉ આ તરુણીએ હાથમાં બ્લેડ મારી હતી. જેના ટાંકા પણ તાજા જણાતા આ રિક્ષાચાલક ગભરાઈ ગયો હતો. તેણે તરત જ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તરુણીને સોંપી હતી, પણ પોલીસે લાંઘણજ પોલીસ સ્ટેશનની હદનો કેસ કહી તરુણીને સ્વીકારવાની ના પાડી હતી. જેથી આ રિક્ષાચાલકે નગરપાલિકાના ઉપપ્રમુખ જયદીપસિંહ ડાભીનો સંપર્ક કર્યો હતો. બાદમાં ૧૮૧ હેલ્પલાઈનને ફોન કરી સઘળી હકીકતો જણાવી હતી.

ત્યાર બાદ ત્રણેય જણા મહેસાણા ૧૮૧ની ઓફિસે આવ્યા હતા. જ્યાં પાયલબહેને તરુણી પાસેથી સઘળી વાત જાણવાનો પ્રયાસ કરી તેનું કાઉન્સિલિંગ કર્યું હતું. તરુણી ગોળ ગોળ વાતો કરતી હતી. અંતે કંટાળીને તેના માતા-પિતા, ભાઈને ફોન કરી તરુણીને લઈ જવા કહ્યું હતું. માવતરે ૧૮૧ની ઓફિસે આવી ત્યાં બધી જ વિગતો કહી હતી. આ તરુણીને બાજુના ગામના કોઈ યુવક સાથે પ્રેમ છે, પણ પેલો યુવક કે તેના ઘરના આને સ્વીકારવા તૈયાર નથી. (૧૮ વર્ષ પછી પણ લગ્ન કરવાની ના પાડે છે). તરુણીએ ઘરે ન જવાના ઘણા નાટકો કર્યા હતા. માતા-પિતા અને ભાઈએ આંખમાં આંસુ સાથે પણ બધાની હાજરીમાં વિનંતી કરી હતી. અને પાંચ કલાકની બધાની સમજાવટ બાદ તરુણી ઘરે ગઈ હતી.

મહેસાણામાં આવા કિસ્સાની સંખ્યા વધતી જાય છે !
૧૮૧ના પાયલ પટેલે જણાવ્યું કે મહેસાણા જિલ્લામાં આવા કિસ્સા વધતા જાય છે. તરુણ-તરુણીઓ પ્રેમમાં એટલા પાગલ થઈ જાય છે કે બધું જ ભાન ભૂલી જાય છે. આમાં માતા-પિતાએ થોડું ધ્યાન રાખવાની જરૃર છે કે મોબાઈલમાં તેઓ શું કરે છે ? મિત્રો કેવા પ્રકારના રાખે છે ? અંતે તો આવા કિસ્સામાં સમાજની સામે માવતરને જ નીચાજોણું થાય છે.

પોલીસે ફરી હદ બતાવી !
રિક્ષાચાલક દાઉદભાઈ જ્યારે તરુણીને લઈ એ ડિવિઝન પહોંચ્યા ત્યારે લાંઘણજ પોલીસ સ્ટેશને જવાનું કહેવાયું હતું પણ એફઆઈઆર તો કોઈ પણ પોલીસ સ્ટેશનમાં નોંધવાની પોલીસ કર્મચારીઓની ફરજ છે.