Mahesana is located in the temple of a bahuchraji , darshan will remove every misery
  • Home
  • Featured
  • મહેસાણામાં આવેલું છે બહુચર માતાનું મંદિર, દર્શન કરવાથી થશે દરેક દુ:ખ દૂર

મહેસાણામાં આવેલું છે બહુચર માતાનું મંદિર, દર્શન કરવાથી થશે દરેક દુ:ખ દૂર

 | 8:36 am IST

મા દુર્ગાના અનેક સ્વરુપો છે અને એ તમામ સ્વરુપો અતિકલ્યાણકારી છે..મા દુર્ગાના તમામ સ્વરુપોનો મહિમા અનેરો રહેલો છે..ત્યારે આવો આજે દર્શન કરીએ મા દુર્ગાના બહુચર સ્વરુપના અને તેમના આશિર્વાદ મેળવવા માટે જઇએ મહેસાણાના બહુચરાજી કે જ્યાં મા બહુચર બાલા ત્રિપુરા સુંદરી તરીકે પણ પ્રખ્યાત છે…આવો ત્યારે દર્શન કરીએ મા બહુચરના અને મેળવીએ તેમના આશિર્વાદ..

શક્તિની આરાધના કરવાનું પર્વ એટલે નવરાત્રી, આજે છે બીજુ નોરતુ ત્યારે આજે દર્શન કરીશુ ગુજરાતના પ્રસિદ્ધ મંદિર એવા બહુરાજી ધામના. બહુચર માતાને બાલા ત્રિપુરા સુંદરીના નામે પણ ભક્તો વંદન કરે છે. સંતાનપ્રાપ્તીના સુખથી વંચિત દંપત્તિઓ માટે મા બહુચરના દર્શન ઘણા જ કલ્યાણકારી સાબિત થાય છે. વાંઝિયામેણા ટાળતી મા બહુચર સમક્ષ તમામ ભક્તો નમન કરે છે.

સુંદર આરસથી નિર્મતિ આ મંદિર શ્રદ્ધાળુઓ માટે પરમાત્માના સાનિધ્યમાં શાંતિ પ્રાપ્ત કરવાનું પવિત્ર માધ્યમ સમાન છે. બહુચરાજી માતાનું મૂખ્ય દેવસ્થાન ગુજરાતના મહેસાણા જિલ્લામાં બહુચરાજી ખાતે આવેલું છે. આ મંદિરનું બાંધકામ સંવત ૧૮૩૫થી શરૂ કરવામાં આવ્યું હતું અને સંવત ૧૮૩૯માં પૂર્ણ થયા પછી તેમાં માતાજીની પ્રતિષ્ઠાં કરવામાં આવી. ૧૫ મીટર લાંબું અને નવ મીટર પહોળું આ મંદિર ગુજરાતની બીજી શક્તિપીઠ છે. આ મંદિરની ચારે બાજુએ બુરજો અને ત્રણ દરવાજા આવેલ છે. આ મંદિરમાં ઉત્તમ કારીગીરી કરેલ છે. મુખ્ય મંદિરની આગળ વિશાળ મંડપ છે જેને ચાચરનો ચોક કહેવાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન