મહેસાણામાં રૂ.૨૫ લાખની ખંડણી માટે નિવૃત તલાટીનું અપહરણ બાદ હત્યા, અર્ધ બળેલી મળી લાશ - Sandesh
NIFTY 10,767.65 -0.70  |  SENSEX 35,443.67 +-19.41  |  USD 67.5000 +0.38
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • મહેસાણામાં રૂ.૨૫ લાખની ખંડણી માટે નિવૃત તલાટીનું અપહરણ બાદ હત્યા, અર્ધ બળેલી મળી લાશ

મહેસાણામાં રૂ.૨૫ લાખની ખંડણી માટે નિવૃત તલાટીનું અપહરણ બાદ હત્યા, અર્ધ બળેલી મળી લાશ

 | 1:09 pm IST

મહેસાણા શહેરમાં બે દિવસ પૂર્વે શોભાસણ રોડ પર આવેલ નગરપાલિકાના ડમ્પીંગ સાઈડેથી અર્ધ બળેલી અજાણ્યા પુરુષની લાશ મળી આવી હતી. આ મૃતદેહ નિવૃત તલાટીની હોવાનું તેમના પરિવારજનોએ ઓળખ કરતાં સમગ્ર ઘટનાનો વળાંક આવ્યો છે. કેમ કે, રૃ.૨૫ લાખની ખંડણી માટે આ આધેડનું અપહરણ કરવામાં આવ્યું હોવાની ફરિયાદ બી ડિવીજન પોલીસ મથકે નોંધાવવામાં આવી હતી.

આ કેસની પોલીસ સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો અનુસાર મુંબઈમાં ન્યુરોલોજીની તાલીમ લઈ રહેલા મહેસાણાની શ્રીનગર સોસાયટીમાં રહેતા ડો.કેયુરના મોબાઈલ ઉપર ફોન આવ્યો હતો અને સામે છેડેથી દેશી મહેસાણી ભાષામાં અજાણ્યા શખસોએ તારા પિતાને ઉપાડી લીધો છે તેવું કહીને રૃ.૨૫ લાખની માંગણી કરી હતી. જેથી ગભરાયેલા કેયુર તાબડતોબ મહેસાણા આવી પહોંચ્યા હતા અને આ અંગે તેમણે બી ડિવીજન પોલીસ મથકે પોતાના પિતાના અપહરણની ફરિયાદ નોંધાવી હતી.

દરમ્યાન, શહેરના શોભાસણ રોડ ઉપર આવેલા કચરાના ડમ્પીંગ સાઈડ ઉપરથી અજાણ્યા પુરુષની અર્ધ બળેલી લાશ મળી આવી હતી.જેની ઓળખ કરતાં કેયુરના પરિવારજનોએ આ લાશ ચંદ્રકાંતભાઈની હોવાનું જણાવ્યું છે.જો કે,પોલીસે ઓળખવિધી માટે ડીએનએ કરાવવાનો નિર્ણય કર્યો છે.ત્યારબાદ કોલ ડીટેઈલના આધારે આરોપીઓેનું પગેરુ મેળવવા તપાસનો દોર લંબાવવામાં આવશે તેવું જાણવા મળે છે.