NIFTY 9,386.15 -52.10  |  SENSEX 30,365.25 +-205.72  |  USD 64.8725 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • રાજામૌલીનાં ‘મહાભારત’માં આમિર નહી ‘આ’ અભિનેતા બનશે કૃષ્ણ

રાજામૌલીનાં ‘મહાભારત’માં આમિર નહી ‘આ’ અભિનેતા બનશે કૃષ્ણ

 | 10:50 am IST

સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનાં પ્રખ્યાત નિર્દેશક રાજામૌલી ‘બાહુબલી-2’ બાદ પોતાના ડ્રિમ પ્રોજેક્ટ મહાભારત પર આધારિત ફિલ્મ પર કામ શરૂ કરશે. ડાયરેક્ટર એસએસ રાજામૌલી ઘણા લાંબા સમયથી આ ફિલ્મને બનાવવાની યોજના બનાવી રહ્યા છે. આવનારા દિવસોમાં રાજામૌલી આ ફિલ્મની ઓફિશિયલ ઘોષણા કરી શકે છે. ખબર આવી રહી હતી કે આ ફિલ્મમાં કૃષ્ણની ભૂમિકા માટે બોલિવૂડનાં પરફેક્ટનિસ્ટ આમિર ખાનને પસંદ કરવામાં આવ્યો છે. પરંતુ હવે આમિર આ ફિલ્મથી આઉટ થતો નજર આવી રહ્યો છે.

હાલમાં ફિલ્મ સાથે સંકળાયેલ કેટલીક ખબરો સામે આવી છે, જે અનુસાર, ફિલ્મની ટીમ ઇચ્છે છે કે ફિલ્મમાં કૃષ્ણની ભૂમિકા હિૃતિક રોશન અથવા પ્રખ્યાત અભિનેતા મહેશ બાબૂ કરે. બોલિવૂડમાં ગ્રીક ગોડથી પ્રખ્યાત એક્ટર હિૃતિક રોશન આ પહેલા પણ ‘જોધા અકબર’ અને ‘મોહનજો દરો’ જેવી ઐતિહાસિક ફિલ્મો કરી ચૂક્યો છે. ત્યાં જ સુપરસ્ટાર મહેશ બાબૂ આ ફિલ્મમાં કૃષ્ણની ભૂમિકા માટે પરફેક્ટ ચોઇસ માનવામાં આવે છે.

hrithik mahesh

એક ખબર અનુસાર આ ફિલ્મનું બજેટ 700 કરોડ રૂપિયા હોઇ શકે છે. તમને જણાવી દઇએ કે, બોલિવૂડમાં અત્યાર સુધી કોઇ ફિલ્મનું બજેટ આટલુ નથી રહ્યું. ફિલ્મ હિંદી, મલયાલમ, તમિલ, તેલુગુ અને અંગ્રેજી ભાષામાં શૂટ કરવામા આવશે. ફિલ્મનું શૂટિંગ 2018નાં અંત સુધીમાં શરૂ થવાની ઉમ્મીદ છે. જ્યારે ફિલ્મ 2019 નાં અંત કે 2020ની શરૂઆતમાં રિલીઝ થઇ શકે છે.

1