Mahesh Manjrekar Daughter made debut in Bollywood with Dabangg-3
  • Home
  • Featured
  • ‘દબંગ 3’થી બોલિવૂડમાં ડેબ્યૂ કરશે ફેમસ ડાયરેક્ટરની આ દીકરી, સલમાન ખાનની બનશે હીરોઇન

‘દબંગ 3’થી બોલિવૂડમાં ડેબ્યૂ કરશે ફેમસ ડાયરેક્ટરની આ દીકરી, સલમાન ખાનની બનશે હીરોઇન

 | 10:27 pm IST

એક્ટ્રેસ અને ડાયરેક્ટર મહેશ માંજરેકરની દીકરી સઇ માંજરેકર છેલ્લા અમુક દિવસોથી ઘણી ચર્ચામાં છે. સઇ, સલમાન ખાનની ફિલ્મ ‘દબંગ 3’ થી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. મીડિયા રિપોર્ટ મુજબ સઇ ફિલ્મના ફ્લેશબેકમાં સલમાનના પાત્ર ચુલબુલ પાંડેની પ્રેમિકાનું પાત્ર ભજવશે.

મીડિયા સૂત્રો મુજબ સલમાન ખાન સઇથી ત્યારે મળ્યો હતો જ્યારે તે નાની બાળકી હતી. જ્યારે હવે મોટી થયા બાદ સલમાન ખાનને ફિલ્મના આ પાત્ર માટે તે પર્ફેક્ટ લાગી અને તેને સઇને ફિલ્મમાં લેવાનો નિર્ણય કર્યો. આપને જણાવી દઈએ કે સઇ સોશિયલ મીડિયા પર પણ ઘણી પોપ્યુલર છે. તેના નામથી કેટલાક ફેન્સ ક્લબ એકાઉન્ટ છે. જેમાં તેની સુંદર અને ગ્લેમરસ તસવીરો પોસ્ટ કરવામાં આવે છે. પ્રાપ્ત માહિતી મુજબ સઇએ ‘દબંગ 3’ની તેના ભાગની શૂટિંગ થોડા દિવસ પહેલા જ પૂરી કરી છે. આ ફિલ્મ વર્ષના અંતે ડિસેમ્બરમાં રિલીઝ થવાની સંભાવના છે.

આ વીડિયો પણ જુઓ: સુરતમાં ચૌટા બજારમાં વાઘાની અલગ અલગ વેરાયટીઓ જોવા મળી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન