mahi gill share roles everyone wants me to dress up in front of the camera
  • Home
  • Entertainment
  • Bollywood
  • ગામ આખું એવું જ ઈચ્છે છે કે હું કેમેરા સામે કપડાં ઉતારુ…..અભિનેત્રીએ ઠાલવી વ્યથા

ગામ આખું એવું જ ઈચ્છે છે કે હું કેમેરા સામે કપડાં ઉતારુ…..અભિનેત્રીએ ઠાલવી વ્યથા

 | 5:41 pm IST

માહિ ગીલ બોલિવૂડની હિટ અભિનેત્રીમાંની એક છે. દેવ ડી તેમજ સાહેબ બીબી ઓર ગેંગસ્ટર જેવી સિરિઝનાં લીધે તેનું નામ ઘણું પ્રખ્યાત થયું હતું. નાની ઉમરમાં લગ્ન થઈ ગયા પછી વધારે સમય રિલેશન ન ચાલ્યો અને તલાક લઈ લીધા. હાલમાં જ તેની રિલેશનશીપ અને 3 વર્ષની નાની છોકરી હોવાને લઈ મીડિયામાં વાતો થવા લાગી છે અને ફરીવાર તે ચર્ચામાં આવી છે.

આ વાતને લઈને માહિએ એક ઈન્ટરવ્યુમાં મોટો ખુલાસો કર્યો છે. માહિએ કહ્યું કે તે હવે બોલ્ડ સીન કરી કરીને થાકી ગઈ છે. માહીએ આગળ કહ્યું કે બધાને મારા તરફથી એ જ અપેક્ષા છે. બધા એવું જ ઈચ્છે છે કે હું કેમેરાની સામે કપડા ઉતારૂ. માહિએ વાત આગળ વધારતા કહ્યું કે મારો કિરદાર અલગ અને રોચક છે.

ત્યારબાદ તેમની આગામી ફિલ્મ વિશે વાત કરતા માહિએ કહ્યું કે ફેમેલિ ઓફ ઠાકુર ફિલ્મમાં મારો રોલ રંગબાજ વહુ તરીકેનો છે કે જે ઘરમાં તો એક મા, પત્ની અને વધુ છે. પરંતુ ઘરની બહાર હાથમાં તંમચો લઈને રંગબાજી કરતી એક મહિલા છે.

માહીનાં મતે તે આવો રોલ કરીને ઘણી ખુશ છે. 2003માં માહિએ પંજાબી ફિલ્મ હવાએથી કરિયરની શરૂઆત કરી હતી. જુઓ માહિનાં કેટલાક હોટ ફોટો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન