Mahila Congress Unique Protest Against Hike Of Petrol Diesel Price
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • મોંઘવારીનો અનોખો વિરોધ, તેલના ડબ્બા અને ગેસના બાટલા સાથે ગરબા

મોંઘવારીનો અનોખો વિરોધ, તેલના ડબ્બા અને ગેસના બાટલા સાથે ગરબા

 | 9:44 pm IST
  • Share

  • રાજકોટ વોર્ડ નંબર 13માં મોંઘવારીનો વિરોધ
  • મહિલા કોંગ્રેસ દ્વારા મોંઘવારીના ગરબા લેવાયા
  • કોંગ્રેસના નેતાઓનું ગળામાં શાકભાજી અને કઠોળના હાર પહેરી પ્રદર્શન

કોરોના મહામારીના કારણે એક તરફ જ્યાં લોકોના કામ-ધંધા ધીમે-ધીમે પાટા પર ચડી રહ્યાં છે, ત્યાં બીજી તરફ મોંઘવારી પણ માથું ઊંચકી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ-ડીઝલ અને રાંધણ ગેસના ભાવમાં તોતિંગ વધારો ઝીંકાયો છે. એક તરફ મોંઘવારીના કારણે સામાન્ય નાગરિક પરેશાન છે, ત્યાં બીજી તરફ વિપક્ષ કોંગ્રેસ દ્વારા મોંઘવારીના મુદ્દે સરકારને સતત ઘેરવામાં આવી રહી છે. એવામાં રાજકોટમાં મહિલા કોંગ્રેસ દ્વારા મોંઘાવારીના ગરબા કાઢીને અનોખો વિરોધ કરવામાં આવ્યો છે.

રાજકોટના વોર્ડ નંબર-13માં કોંગ્રેસ નેતા ગાયત્રીબા વાઘેલાની આગેવાનીમાં મહિલા કોંગ્રેસ દ્વારા મોંઘવારીનો ગરબો કાઢીને વિરોધ કરવામાં આવ્યો હતો. શહેરના વોર્ડ નંબર-13માં આંબેડકર ચોક ખાતે કોંગ્રેસના મહિલા કાર્યકરો દ્વારા મોંઘવારીના ગરબા લેવામાં આવ્યા હતા.

આ દરમિયાન મહિલા કોંગ્રેસના કાર્યકર્તાઓના હાથમાં ‘કમળવાળી સરકાર બહૂ મોંઘી પડી’, ‘મોંઘવારી વધે અને ભાજપનું ફંડ પણ વધે’ તેમજ ‘ડુંગળીની ધાર ડોલરને પાર’ જેવા બેનરો જોવા મળ્યા હતા.

આ અનોખા વિરોધ પ્રદર્શનમાં મહિલા કોંગ્રેસના કાર્યકર્તાઓએ ગળામાં શાકભાજી અને કઠોળના હાર પહેરેલા હતા. જ્યારે તેલના ખાલી ડબ્બા અને રાંધણ ગેસના બાટલા સાથે ગરબા લઈને કોંગ્રેસ મહિલા મોરચાએ વિરોધ નોંધાવ્યો હતો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો