મહિન્દ્રાએ લૉન્ચ કરી CNG એસયૂવી કાર, જાણો કિંમત અને ફીચર્સ - Sandesh
NIFTY 10,549.00 -47.40  |  SENSEX 34,734.35 +-113.95  |  USD 68.0800 +0.08
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • મહિન્દ્રાએ લૉન્ચ કરી CNG એસયૂવી કાર, જાણો કિંમત અને ફીચર્સ

મહિન્દ્રાએ લૉન્ચ કરી CNG એસયૂવી કાર, જાણો કિંમત અને ફીચર્સ

 | 10:37 am IST

મહિંદ્રા એન્ડ મહિંદ્રાએ લોકપ્રિય એસયૂવી કેયૂવી100 નું નવું વર્ઝન, KUV100 Trip લોન્ચ કરી દીધુ છે. આ મોડલને વિશેષ ફ્લીટ અને બિઝનેસ ઓનર્સને ધ્યાનમાં રાખતા બનાવવામા આવ્યું છે. આ કાર પેટ્રોલ અને સીએનજી બંન્ને વર્ઝનમાં અવેલેબલ છે. આ સિવાય આ કાર ડીઝલ એન્જીનનાં ઓપ્શનમાં પણ મળશે. આ કારનાં સીએનજી વર્ઝનની કિંમત 5.16 લાખ રૂપિયા છે ત્યાં જ ડીઝલ વર્ઝનની એક્સ શો રૂમ કિંમત 5.42 લાખ રૂપિયા છે.

મહિંદ્રાની KUV 100 Tripમા 6 લોકોના બેસવાની જગ્યા છે. આ કારની છટ્ઠી સીટને આર્મરેસ્ટમાં પણ બદલી શકાશે. મહિંદ્રાની KUV 100 Tripમા 6 લોકાના બેસવાની વ્યવસ્થા છે. કંપની આ ગાડી પર ફાઇનાન્સ સ્કીમ, સ્પેશિયલ એક્સેસરી પેકેઝ અને પાંચ વર્ષની વોરંટી આપી રહી છે. કંપનનીનો દાવો છે કે, આ એક સ્પેસિયસ કેબિનવાળી કાર હોવાની સાથે જ તેને ચલાવવાનો ખર્ચ પણ ખુબ જ ઓછો રહેશે.

આ પ્રથમવાર છે કે જ્યારે કેયૂવી100ને સીએનજી ઓપ્શનમાં પણ તૈયાર કરવામાં આવ્યુ છે. ગ્રાહકો આ ગાડીને બે કલર ઓપ્શન, ડાઇમંડ વ્હાઇટ અથવા ડૈઝલિંગ સિલ્વરમાં પંસદ કરી શક્શે. મહિંદ્રાની નવી KUV100 ટ્રીપનું બજારમાં મારૂતિ ઇગ્નિસથી મુકાબલો થશે. જેની શરૂઆતી એક્સ શોરૂમ કિંમત 4.59 લાખ રૂપિયા છે.