Mahisagar Started Investigation on Mother with Three Daughters Case
  • Home
  • Featured
  • મહિસાગરમાં કાળજું કંપાવી દે તેવી ઘટના, 24 વર્ષીય માતાએ 3 દીકરીઓ સાથે કૂવામાં ઝંપલાવ્યું

મહિસાગરમાં કાળજું કંપાવી દે તેવી ઘટના, 24 વર્ષીય માતાએ 3 દીકરીઓ સાથે કૂવામાં ઝંપલાવ્યું

 | 9:51 pm IST

 મહિસાગર જિલ્લાનાં કડાણા તાલુકાનાં ડીટવાસ ગામે 24 વર્ષીય માતાએ પોતાની ત્રણ દીકરીઓ સાથે કૂવામાં ઝંપલાવી દીધું હતું. પાણીમાં ડૂબી જવાને કારણે ચારેયનાં મોત નિપજ્યા હતા.આજના જમાનામાં માણસની સહનશક્તિ કેટલી હદે ખૂટી ગઈ છે તેનો એક કિસ્સો મહિસાગર જિલ્લામાં સામે આવ્યો છે. મહિસાગર જિલ્લાનાં કડાણા તાલુકાનાં ડીટવાસ ગામે 24 વર્ષીય માતાએ પોતાની ત્રણ દીકરીઓ સાથે કૂવામાં ઝંપલાવી દીધું હતું. પાણીમાં ડૂબી જવાને કારણે ચારેયનાં મોત નિપજ્યા હતા. પોલીસે આ મામલે લાશોને પોસ્ટમાર્ટમ માટે મોકલી આગળની તપાસ હાથ ધરી છે.

હચમચાવી દેનાર આ ઘટનાની વિગતમાં વાત કરીએ તો, મહિસાગર જિલ્લાનાં કડાણા તાલુકાનાં ડીટવાસ ગામે 24 વર્ષીય મંગુબહેન ડામોરે પોતાની ત્રણ દીકરીઓ સાથે કુવામાં ઝંપલાવી દીધું હતું. દીકરીઓમાં એક દીકરીની ઉંમર 5 વર્ષ, બીજી દીકરીની ઉંમર ચાર વર્ષ અને સૌથી નાની દીકરી તો હજુ માંડ 4 મહિનાની જ હતી. ગ્રામજનોને આ વાતની જાણ થતાં તેઓએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.

પોલીસે ઘટનાસ્થળે દોડી આવીને લાશોને બહાર કાઢી હતી. અને પોસ્ટમાર્ટમ અર્થે લાશોને હોસ્પિટલ મોકલવામાં આવી હતી. તો માતાની આ અંતિમ પગલાંથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. અને સૌ કોઈનાં મોઢે એક જ સવાલ હતો કે, આખરે માતાને કેમ આ રીતે અંતિમ પગલું ભરવાની ફરજ પડી. તો પોલીસે માતાએ કેમ આત્મહત્યા કરી તે અંગે તપાસ શરૂ કરી છે.

આ વીડિયો પણ જુઓઃ

રાજકોટના ધોરાજીમાં ખેડૂતનો સમાધિનો પ્રયાસ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન